ટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ પત્રકાર સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર

Omar Abdullah Marries Journalist:  જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જાણીતા પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કરી લીધા છે. તેમણે શનિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગેની માહિતી શેર કરી હતી. ઓમર અબ્દુલ્લાએ ઇન્સ્ટાગ્રામ પર નિધિ રાઝદાન સાથેની એક સુંદર તસવીર પબ્લિશ કરતા લખ્યું હતું કે, “કાલે એક નવી સફર શરૂ થઈ.” તેમણે આ પોસ્ટમાં નિધિ રાઝદાનને ટેગ પણ કર્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લગ્નના એક દિવસ બાદ ઓમર અબ્દુલ્લાએ આ ખુશખબર જાહેર કરી છે. આ સાથે જ તેમની જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થયો છે.

31 July 2026 ના રોજ સુપ્રિમ કોર્ટે આપ્યા હતા છૂટાછેડા

ઓમર અબ્દુલ્લા અને નિધિ રાઝદાનના લગ્ન એવા સમયે થયા છે, જ્યારે આશરે 3 મહિના પહેલા સુપ્રિમ કોર્ટે તેમની અગાઉની પત્ની પાયલ અબ્દુલ્લા સાથેના છૂટાછેડાને મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ શું તમારી પાસે પણ SBI કાર્ડ છે? બદલાઈ રહ્યા છે નિયમ, હવેથી લાગશે ચાર્જ

31 જુલાઈ, 2026 ના રોજ સુપ્રિમ કોર્ટે ઓમર અબ્દુલ્લા અને પાયલ અબ્દુલ્લાના છૂટાછેડા મંજૂર કર્યા હતા. બંને પક્ષોએ અદાલતને જણાવ્યું હતું કે તેઓ પરસ્પર સંમતિથી અલગ થવા અને તમામ પેન્ડિંગ વિવાદો ઉકેલવા તૈયાર છે. બંનેએ એકબીજા સામે નોંધાવેલા કેસો પાછા ખેંચવા પર પણ અદાલતમાં સંમતિ દર્શાવી હતી.

1994 માં થયા હતા પાયલ સાથે લગ્ન

આ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હતો કારણ કે દિલ્હી હાઈકોર્ટે અગાઉ છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રિમ કોર્ટમાં સંવિધાનની કલમ 142 (Article 142) હેઠળ સંયુક્ત અરજી કરવામાં આવી હતી.

ઓમર અબ્દુલ્લા અને પાયલ અબ્દુલ્લાના લગ્ન 1994 માં થયા હતા. દિલ્હીની ઓબેરોય હોટલમાં કામ કરતી વખતે બંનેની મુલાકાત થઈ હતી. બંનેને બે પુત્રો ઝાહિર અને ઝામિર છે. બંને 2009 થી અલગ રહી રહ્યા હતા અને 2011 માં ઓમર અબ્દુલ્લાએ જાહેરમાં અલગ થવાની માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ તમારા ફોટો માટે બનાવો AI લુક, Google Geminiનું આ ફીચર છે કામનું! આ રીતે કરો ઉપયોગ

Back to top button