ટ્રેન્ડિંગયુટિલીટી

શું તમારી પાસે પણ SBI કાર્ડ છે? બદલાઈ રહ્યા છે નિયમ, હવેથી લાગશે ચાર્જ

SBI Card New Rules:  SBI કાર્ડે પોતાના ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. 1 December 2026 થી વધુ રકમના ટ્રાન્સપોર્ટેશન અને ફ્યુઅલ (બળતણ) ટ્રાન્ઝેક્શન પર એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. SBI કાર્ડની અધિકૃત વેબસાઈટ પર જારી કરાયેલી નોટિસ મુજબ, નવું ફી સ્ટ્રક્ચર એક બિલિંગ સાયકલમાં 30,000 રૂપિયાથી વધુના ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન અને 50,000 રૂપિયાથી વધુના કુલ ફ્યુઅલ ખર્ચ પર લાગુ થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

30,000 રૂપિયાથી વધુના ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન પર 1% ફી

બદલાયેલા નિયમો હેઠળ, SBI કાર્ડ 30,000 રૂપિયાથી વધુના દરેક એલિજિબલ ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન પર 1% ની ફી વસૂલશે. આ ટ્રાન્ઝેક્શનની ઓળખ મર્ચન્ટ કેટેગરી કોડ (MCCs) 4111, 4784 અને 4131 હેઠળ કરવામાં આવે છે.

  • ઉદાહરણ: જો કોઈ કાર્ડહોલ્ડર 35,000 રૂપિયાનું ટ્રાન્સપોર્ટેશન પેમેન્ટ કરે છે, તો તેને 350 રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે 50,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 500 રૂપિયાની ફી લાગશે.

  • આ ફી દરેક સિંગલ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે જે 30,000 રૂપિયાની મર્યાદાથી વધુ હશે.

આ પણ વાંચોઃ અહોઈ અષ્ટમી પર પૂજા થાળીમાં શું કરવું શામેલ? નોંધી લ્યો સામગ્રીનું સંપૂર્ણ લિસ્ટ

50,000 રૂપિયાથી વધુના કુલ ફ્યુઅલ ખર્ચ પર 1% ફી

SBI કાર્ડ યુઝર્સે હવે દરેક બિલિંગ સાયકલ દરમિયાન પોતાના કુલ ફ્યુઅલ ખર્ચ પર પણ નજર રાખવી પડશે. જો એક બિલિંગ સાયકલમાં કુલ ફ્યુઅલ ટ્રાન્ઝેક્શનની રકમ 50,000 રૂપિયાથી વધુ થાય છે, તો તે બિલિંગ સાયકલના સમગ્ર ફ્યુઅલ ખર્ચ પર 1% ફી લાગશે.

  • ઉદાહરણ: જો એક બિલિંગ સાયકલ દરમિયાન કુલ ફ્યુઅલ ખર્ચ 55,000 રૂપિયા થાય છે, તો 1% ફી માત્ર વધારાની રકમ પર નહીં પરંતુ પૂરી 55,000 રૂપિયાની રકમ પર ગણવામાં આવશે, જેથી 550 રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ લાગશે.

SBI કાર્ડ યુઝર્સે શું ધ્યાન રાખવું?

1 December 2026 થી કાર્ડહોલ્ડર્સે બંને લિમિટ વચ્ચેનો તફાવત સમજીને ટ્રાન્ઝેક્શન કરવા પડશે. ટ્રાન્સપોર્ટેશન ફી 30,000 રૂપિયાથી વધુના દરેક સિંગલ ટ્રાન્ઝેક્શન પર લાગુ થાય છે, જ્યારે ફ્યુઅલ ફી એક બિલિંગ સાયકલમાં 50,000 રૂપિયાથી વધુના કુલ ખર્ચ પર આધારિત રહેશે. જે યુઝર્સ અવારનવાર મોટા પેમેન્ટ કરે છે તેમણે અણધાર્યા ચાર્જથી બચવા માટે પોતાના સ્ટેટમેન્ટ અને ખર્ચ પર સતત નજર રાખવી પડશે.

આ પણ વાંચોઃ ત્વચા પર ખંજવાળ અને લાલ ફોલ્લીઓ, સોરાયસિસ છે કે એલર્જી? આ લક્ષણો શોધો તફાવત

Back to top button