ગુજરાત

Petrol-Diesel Price : પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, જાણો ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે કિંમત?

પશ્ચિમ એશિયામાં કટોકટી વચ્ચે ફુગાવાએ માથું ઊંચક્યું છે. દૂધના ભાવમાં વધારા બાદ સામાન્ય માણસ માટે હવે સીએનજી, પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી ગયા છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાથી વધુનો વધારા સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે.  ઇરાન-અમેરિકાના યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે તેવા સંકેતો ગુજરાતીઓને પહેલેથી જ હતા. ગુજરાતી વાહન ચાલકોએ છેલ્લા થોડા દિવસથી તેમના વાહનોની ટેન્ક ફુલ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે પંપ પર સામાન્ય કરતા વધારે લાઇન જોવા મળી હતી. જો કે, ગઈકાલે (14મી મે) રાતે તો અમદાવાદમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે લાંબી લાઈનો પણ થઈ હતી. આજે ગુજરાત સહિત આખા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. તો ચાલો જાણીએ કે, ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધારો થયો છે.

Petrol-Diesel Price: Increase in the price of petrol and diesel, know what is the price in various cities of Gujarat?, hum dekhenge news

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર ગુરુવારથી અમદાવાદમાં જોવા મળી હતી. જેમાં શહેરના મણિનગરમાં રામબાગ મંદિર સામે આવેલા પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. 14મી મેની મોડી રાતે અનેક પેટ્રોલ પંપ પર ભારે ભીડ જામી હતી હતી. વાહન ચાલકો પણ ટાંકી ફૂલ કરાવવા માટે ઉમટ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત થઈ રહેલ વધઘટ અને ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે. ઈંધણના ભાવમાં તાજેતરમાં થયેલા સુધારા બાદ તેલ કંપનીઓ દ્વારા ગુજરાત સહિત દેશના માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં સ્થાનિક પરિવહન ખર્ચ અને વેટ (VAT) ના કારણે કિંમતોમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે.

ગુડ રિટર્ન્સ વેબસાઈટ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લામાં જેવા કે, અમદાવાદમાં 97.49 રૂપિયા, સુરતમાં 97.35 રૂપિયા, વડોદરામાં 97.60 રૂપિયા, રાજકોટમાં 97.29 રૂપિયા, ગાંધીનગરમાં 97.95 રૂપિયા ભાવ નોંધાયા છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત હાલ પ્રતિ બેરલ 107.28 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહી છે, જેના કારણે રિટેલ કિંમતો પર દબાણ વધ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 95.77 ના સ્તરે પહોંચતા આયાત ખર્ચ મોંઘો થયો છે, જે સ્થાનિક ઈંધણના દરોને સીધો પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો : અમદાવાદનો આ બ્રિજ ફરી બન્યો જીવલેણ, 10 દિવસમાં બીજો અકસ્માત

Back to top button