PM મોદીએ 70 વર્ષીય મહિલા કાર્યકરની કરી મદદ, ચક્કર આવતાં જાતે પહોંચ્યા પાસે; ડૉક્ટરને તાત્કાલિક સારવાર આપવા સૂચના

મૈસુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કાર્યશૈલી અને અલગ અંદાજને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આવો જ એક પ્રસંગ કર્ણાટકના મૈસુરુમાં જોવા મળ્યો હતો. કોસ્મોસ પ્લેનેટેરિયમના ઉદ્ઘાટન દરમિયાન એક વૃદ્ધ મહિલા ભાજપ કાર્યકરની તબિયત અચાનક બગડતાં PM મોદી પોતે તેમની પાસે પહોંચી ગયા હતા. તેમણે મહિલાની સ્થિતિ જાણી અને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરાવી હતી.
શું છે સમગ્ર ઘટના?
શુક્રવારે મૈસુરુમાં કોસ્મોસ પ્લેનેટેરિયમના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન નન્જનગુડ ટાઉન મ્યુનિસિપાલિટીનાં પૂર્વ અધ્યક્ષ અને ભાજપનાં કાર્યકર પ્રેમાં કે. સિમ્બૈયાને અચાનક ચક્કર આવવા લાગ્યાં હતાં. તેમની તબિયત લથડતાં તેઓ પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
A helping hand, a caring heart. ❤️🙏
At the Mysuru rally, when 70-year-old Prema K felt dizzy and weak, PM Shri @narendramodi ji personally checked on her and ensured his doctor gave her immediate care and electrolytes.
That is what makes PM Modi a true Pradhan Sevak – always there when someone needs a helping hand. 🇮🇳
— BJP Mahila Morcha (@BJPMahilaMorcha) November 13, 2026
મહિલાની હાલત જોઈને વડાપ્રધાન મોદી તરત જ તેમની પાસે પહોંચ્યા હતા. તેમણે મહિલાની સ્થિતિ અંગે પૂછપરછ કરી અને તેમને સ્વસ્થ થવામાં મદદ મળે તે માટે જ્યુસ આપવાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત, પોતાના કાફલામાં સામેલ ડૉક્ટરને પણ મહિલાની યોગ્ય તપાસ અને તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
ભાજપ મહિલા મોરચાએ તસવીરો શેર કરી
ભાજપ મહિલા મોરચાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાની તસવીરો શેર કરી હતી. પોસ્ટમાં જણાવાયું હતું કે મૈસુરુના કાર્યક્રમ દરમિયાન 70 વર્ષીય પ્રેમાં કે.ને ચક્કર આવતાં અને નબળાઈ અનુભવાતાં વડાપ્રધાન મોદીએ જાતે તેમની ખબર પૂછી હતી. સાથે જ ડૉક્ટર દ્વારા તાત્કાલિક જરૂરી સારવાર અને ઇલેક્ટ્રોલાઇટ્સ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોસ્ટમાં વડાપ્રધાન મોદીની આ પહેલને તેમની સેવાભાવના અને લોકો પ્રત્યેની સંવેદનશીલતા સાથે જોડવામાં આવી હતી.
મૈસુરુમાં PM મોદીનું ભવ્ય સ્વાગત
મૈસુરુ પહોંચેલા વડાપ્રધાન મોદીનું સ્થાનિક લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. PM મોદીએ પોતે પણ પોતાના X હેન્ડલ પર સ્વાગતનો વીડિયો શેર કર્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું, “ધન્યવાદ મૈસુરુ, ગઈકાલે તમે સૌએ કમાલ કરી દીધી!”
આ પહેલાં તેમણે કર્ણાટકના વિકાસને વેગ આપવા માટે રૂ. 15 હજાર કરોડથી વધુનાં વિવિધ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની માહિતી પણ શેર કરી હતી. આ પ્રોજેક્ટ્સનો હેતુ રાજ્યમાં કનેક્ટિવિટી અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવાનો છે.
બેંગલુરુ મેટ્રોની પિંક લાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું
શુક્રવારે વડાપ્રધાન મોદીએ બેંગલુરુ મેટ્રોની પિંક લાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને રાજ્યપાલ સુધા યાદવ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
મેટ્રોને લીલી ઝંડી આપતી વખતે PM મોદી અને મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે સાથે મળીને ઝંડી લહેરાવી હતી. બંને નેતાઓ વચ્ચેનો આ દૃશ્ય પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો: દિલ્હીના રામલીલા મેદાનમાં હવે રેલી-પ્રદર્શન માટે કડક નિયમો! 50 હજારથી વધુ લોકોને પ્રવેશ નહીં, સમય પણ નક્કી












