અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદનો આ બ્રિજ ફરી બન્યો જીવલેણ, 10 દિવસમાં બીજો અકસ્માત

Bike Accident Bridge Death: અમદાવાદના Ranip વિસ્તારમાં આવેલો બલોલનગર રેલવે ઓવરબ્રિજ સતત અકસ્માતોને કારણે ચર્ચામાં આવ્યો છે. બુધવારે મોડી રાત્રે વધુ એક ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું હતું. છેલ્લા 10 દિવસમાં આ બ્રિજ પર થયેલો આ બીજો જીવલેણ અકસ્માત છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યા છે.

માહિતી મુજબ મૃતક અતુલ પંચાલ ગાંધીનગરની એક ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રાત્રે ન્યુ રાણીપ તરફથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. બલોલનગર બ્રિજના જોખમી વળાંક પાસે બાઈકનું બેલેન્સ બગડતાં તેમનું વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું. અથડામણ એટલી જોરદાર હતી કે અતુલભાઈ બ્રિજ પરથી નીચે પટકાયા હતા.

સ્થાનિક લોકો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ અતુલભાઈને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા Ahmedabad Traffic Policeની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મૃતકના ભાઈ મહેશ પંચાલે જણાવ્યું કે રાત્રે લગભગ પોણા બે વાગ્યે પાડોશીએ આવીને અકસ્માતની જાણ કરી હતી. પરિવારજનો તરત જ સ્થળ પર પહોંચ્યા ત્યારે અતુલભાઈ બ્રિજની નીચે પડેલા જોવા મળ્યા હતા.

આ પહેલા 7 મેના રોજ પણ આ જ બ્રિજ પર એક બાઈક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી નીચે પટકાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સતત બની રહેલા અકસ્માતોને કારણે બલોલનગર બ્રિજને લોકો હવે “મોતનો ઓવરબ્રિજ” કહી રહ્યા છે.

સ્થાનિકોમાં રોષ છે કે અકસ્માતોની વારંવારની ઘટનાઓ છતાંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. બ્રિજ પર સેફટી ગાર્ડ, નોઈસ બેરિયર અને યોગ્ય ચેતવણીના બોર્ડ હજુ સુધી લગાવવામાં આવ્યા નથી. ઉપરાંત બ્રિજ પાસેના ઘણા CCTV કેમેરા પણ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક રહિશોનું કહેવું છે કે બ્રિજનો વળાંક અત્યંત જોખમી છે અને ઓવરસ્પીડિંગને કારણે અકસ્માતની શક્યતા વધી જાય છે. હવે લોકો દ્વારા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : જાવેદ જાફરીના પરિવાર સાથે કરોડોની છેતરપિંડી, ટેક્સ સેટલમેન્ટના બહાને ઠગી

Back to top button