MS Dhoni: ફિટ હોવા છતાં ધોની કેમ નથી રમી રહ્યો? ટીમ મેનેજમેન્ટ અને રિકવરીને લઈને સામે આવ્યું મોટું કારણ

MS Dhoni Fitness Update: ઈન્ડિયન પ્રીમિયમ લીગની આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એમએસ ધોની પોતાની ઈજામાંથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયો છે અને હવે તે મેદાન પર ઉતરવા માટે ફિટ છે. જોકે, ટીમનું સંતુલન જળવાઈ રહે તે માટે તે જાણીજોઈને પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી રહ્યો નથી.
યુવા ખેલાડીઓ માટે બલિદાન
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધોની નથી ઈચ્છતો કે તેના કારણે કોઈ પ્રતિભાશાળી યુવા ખેલાડીએ ટીમમાંથી બહાર બેસવું પડે. હાલમાં સીએસકે (CSK) જે કોમ્બિનેશન સાથે રમી રહી છે તે ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. માહી આ વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ છેડછાડ કરવા માંગતો નથી, તેથી ફિટ હોવા છતાં તે હાલમાં આરામ કરી રહ્યો છે.
હેડ કોચ અને બેટિંગ કોચનું નિવેદન
આજે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા જ્યારે હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગને ધોનીની વાપસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ તારીખ આપી નહોતી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે ધોનીની રિકવરી સારી રીતે થઈ રહી છે. બીજી તરફ બેટિંગ કોચ માઈકલ હસીએ સ્પષ્ટ કર્યું છે કે ધોની જ્યારે પણ ટીમમાં આવશે, ત્યારે તે વિકેટકીપર તરીકે જ રમશે. હાલમાં તેની ગેરહાજરીમાં સંજુ સેમસન વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહ્યો છે.
હસીના જણાવ્યા મુજબ, ધોનીને દોડવામાં તકલીફ ન પડે તે માટે તેની પિંડીની ઈજા (Calf Injury) સંપૂર્ણ ઠીક થાય તેની રાહ જોવામાં આવી રહી છે, જેથી તે મેચ દરમિયાન ઝડપથી રન દોડી શકે.
આ પણ વાંચોઃ રસોડાનો એક્ઝોસ્ટ ફેન ગંદો અને ચીકણો થઈ ગયો છે? ખોલ્યા વિના આ બે દેશી જુગાડથી કરો સાફ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












