Gujarat Election 2026: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

Gujarat Election 2026: આજે (26 એપ્રિલ 2026) 396 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. કુલ બેઠકોમાંથી 731 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 9,308 બેઠકો માટે સીધી ચૂંટણી યોજાઈ રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે મતદાન પૂર્ણ
રિવાબા જાડેજાથી લઈને જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે કર્યું વોટિંગ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે મતદાન પૂર્ણ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે સાંજે 6 કલાકે મતદાન થયું પૂર્ણ થયું છે. હવે મતદાન મથક અંદર રહેલા મતદારો મતદાન કરી શકશે. જ્યારે નવા મતદારોને પ્રવેશ મળશે નહીં. મહાનગરો માટે સરેરાશ મતદાન 49 ટકા જેટલું મતદાન નોંધાયું છે. નગરપાલિકા માટે સરેરાશ 59 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે જિલ્લા પંચાયત માટે સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે AAPના ઉમેદવારનું નિધન
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ચાલી રહી છે તેવામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. વોર્ડ નંબર ત્રણમાં આમ આદમી પાર્ટી (AAP)ના 38 વર્ષીય યુવાન ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો છે. બપોરે આવેલ હાર્ટ એટેકથી ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મોત થઈ ગયું છે. વધુ વાંચા અહીં ક્લિક કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાંજે 05 વાગ્યા સુધીનું મતદાન
ઓછા મતદાન અંગે આનંદીબેન પટેલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે ઓછા મતદાનને લઈને, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘ખેડૂતો, શ્રમિકો સહીતના તમામ લોકો ગરમી અને તડકામાં કામ કરે છે. ઓછું મતદાન એ શરમજનક કહેવાય. આપણે AC માંથી બહાર આવવું પડે છે એટલા માટે ગરમી લાગે છે. આપણે પોતાના માટે નહીં પરંતુ દેશ માટે મતદાન કરવાનું છે, આપણો પોતાનો પણ સ્વાર્થ છુપાયેલો હોય છે માટે મતદાન કરવું જરૂરી છે. ચાલી નથી શકતા તેવા લોકો પણ મતદાન કરવા આવે છે અને આપણે ઘરમાં બેઠા રહીએ તે શોભા નથી આપતું.’
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બપોરે 4 વાગ્યા સુધી મતદાનની ટકાવારી
લગ્નના ફેરા ફરતા પહેલા વર-કન્યાએ મતદાન કર્યું
સુરતના ઓલપાડમાં કાળઝાળ ગરમી અને લગ્ન પ્રસંગ વચ્ચે પણ કપલે મતદાન મથક પર લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો. લગ્નના પોશાકમાં સજ્જ વર-કન્યાને મતદાન મથકે જોઈ અન્ય મતદારોમાં પણ ભારે આશ્ચર્ય અને આનંદ જોવા મળ્યો હતો.
રાજ્ય ચૂંટણી પંચ મુજબ, બપોરે 2:30 વાગ્યા સુધી સરેરાશ મતદાન
અંજલી રૂપાણી દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યા
આ પણ વાંચો : “મને જીવતા જીવ જ મારી નાખ્યો”, 75 વર્ષીય વૃદ્ધનું નામ મતદાર યાદીમાંથી ગાયબ
મતદાન સમયે હાર્ટ એટેકથી વૃદ્ધાનું મોત તો આણંદમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીનું અવસાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પાટણ જિલ્લામાં મતદાન દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. બી.એમ. સ્કૂલ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર 65 વર્ષીય કમળાબેન સોલંકી નામના વૃદ્ધ મતદારને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. સ્થળ પર હાજર તબીબી ટીમ દ્વારા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છતાં તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક વિગતો મુજબ કમળાબેને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવ્યા બાદ તેઓ મતદાન મથક પરથી બહાર નીકળ્યા હતા. તે દરમિયાન અચાનક તેમની તબિયત બગડતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. અન્ય એક ઘટનામાં આણંદ જિલ્લાના સાંસેજ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા એક કર્મચારીનું અકસ્માતે મૃત્યુ થયું છે. આ દુઃખદ ઘટનાથી વિસ્તારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
રાજ્યની નગરપાલિકામાં મતદાનની ટકાવારી
- વાવ થરાદ 33.61
- નવસારી 30.19
- ખેડા 27.90
- ભાવનગર 27.89
- વડોદરા 27.65
- મહેસાણા 26.91
- સુરત 26.30
- નર્મદા 26.18
- આણંદ 26.02
- વલસાડ 25.08
- મોરબી 25.02
- અમદાવાદ 24.88
- પાટણ 23.96
- અરવલ્લી 23.83
- સાબરકાંઠા 22.88
- અમરેલી 22.58
- ભરૂચ 22.44
- દેવભૂમિ દ્નારકા 22.07
- ગાંધીનગર 21.94
- ગીર સોમનાથ 21.45
- બનાસકાંઠા 21.32
- કચ્છ 21.20
- ભાવનગર 20.84
- સુરેન્દ્રનગર 20.45
- બોટાદ 20.38
- પંચમહાલ 20.15
- રાજકોટ 16.26
- દાહોદ 15.97
- છોટાઉદેપુર 13.47
- તાપી 9.45
CM ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કર્યું, નાગરિકોને કરી અપીલ.
મહાનગરપાલિકામાં મતદાનની ટકાવારી
- મોરબી 25.16
- મહેસાણા 24.38
- નડિયાદ 23.41
- નવસારી 23.29
- વાપી 23.28
- કરમસદ આણંદ 22.47
- સુરેન્દ્રનગર 19.49
- ભાવનગર 18.13
- વડોદરા 17.85
- સુરત 17.41
- જામનગર 16.91
- રાજકોટ 16.28
- ગાંધીધામ 14.91
- પોરબંદર 14.39
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 12 વાગ્યા સુધીમાં મતદાન
- મહાનગર પાલિકા- 17.93 ટકા
- નગરપાલિકા- 22.77 ટકા
- જિલ્લા પંચાયત- 27.92 ટકા
- તાલુકા પંચાયત- 27.97 ટકા
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું મતદાન
લગ્ન પછી, પહેલા મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 9.45 વાગ્યા સુધી 6 ટકા મતદાન
- મહાનગર પાલિકાઓ માટે 5.55%
- નગર પાલિકાઓ માટે 7.92%
- તાલુકા પંચાયત માટે 7.58%
- જીલ્લા પંચાયત માટે 6.25
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા
ચૂંટણી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજ્યના14,275 મતદાન મથકો સંવેદનશીલ અને 2,196 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વિશેષ દેખરેખ રાખવામાં આવશે. સુરક્ષા માટે 92,583 પોલીસ કર્મચારીઓ, 59,525 હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનો ખડેપગે છે. આ ઉપરાંત 41,383 વધારાના જવાનોની ફોર્સ પણ વિવિધ સ્થળોએ ડિપ્લોય કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું મતદાન
આ પણ વાંચો : ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ, નેતાઓએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ
લોકોએ મતદાન કરવું જોઈએ: ભાજપ સાંસદ
#WATCH | BJP MP Hemang Joshi says, "In Gujarat local body elections, the entire state is deciding the fate of 10,000 candidates. I too cast my vote at a polling booth in Vadodara. People should step out in large numbers and vote…Gujarat is voting for a Viksit Bharat throught… https://t.co/FtZLhcJo9X pic.twitter.com/bTfJOZVLQD
— ANI (@ANI) April 26, 2026
ભાજપના સાંસદ હેમાંગ જોશીએ મતદાન દિવસ પર જણાવ્યું હતું કે, ‘ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, આખું રાજ્ય 10,000 ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યું છે. મેં વડોદરાના મતદાન મથક પર પણ મારો મત આપ્યો છે. લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન કરવું જોઈએ. વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત માટે મતદાન કરો તેવી અપીલ.’
ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું?
#WATCH | Gujarat BJP president Jagdish Vishwakarma says, "Local body election, the festival of democracy, is being celebrated across the state today. Exercising the franchise means advancing the process of development. PM Modi has given the gift of politics of development to the… https://t.co/FumNwK45yq pic.twitter.com/feuT4Amsar
— ANI (@ANI) April 26, 2026
ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે કહ્યું હતું કે, ‘લોકશાહીનો ઉત્સવ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે રાજ્યભરમાં યોજાઈ રહી છે. તમારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવાનો અર્થ વિકાસની પ્રક્રિયાને આગળ વધારવી છે. વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશને વિકાસની રાજનીતિ ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આને આગળ લઈ જઈ રહ્યા છે. હું દરેકને મતદાન કરવા અને રાષ્ટ્રના વિકાસનો ભાગ બનવા અપીલ કરું છું’
અમદાવાદમાં બોગસ એજન્ટ ઝડપાયો
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં સેટેલાઈટનો રહીશ ખાડિયામાં વોર્ડ એજન્ટ બન્યો હતો. ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારે ફરિયાદ કરી હતી. કાલુપુર પોલીસ સ્ટેશનના PIને રજૂઆત કરી હતી. બોગસ પોલિંગ એજન્ટ સામે ફરિયાદ નોંધવાની ફરિયાદ કરી હતી.
સવારથી જ મતદારોની લાઈનો લાગી
હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી મુજબ આજે આકરો તાપ પડવાનો છે. આ સ્થિતિને સમજીને જાગૃત નાગરિકો સવારે 7 વાગ્યાથી જ લાઈનોમાં ઉભા રહી ગયા છે. લોકોનો એક જ સૂર છે કે ગરમીનું જોર વધે તે પહેલા જ પોતાનો કિંમતી મત આપી દેવો હિતાવહ છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ વહેલા મતદાનને પ્રાધાન્ય આપી રહ્યા છે.
લોકશાહીના પર્વ પર અંધારપટ
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીંના ઇકરા મતદાન મથક પર મતદાન પ્રક્રિયા દરમિયાન વીજળી ગુલ થઈ જતા મતદારો અને ચૂંટણી સ્ટાફ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. આકરી ગરમી વચ્ચે પંખા-લાઈટ બંધ થતા લોકોએ મીણબત્તી અને મોબાઈલ ટોર્ચની મદદથી મતદાન કર્યું હતું.
DYCM હર્ષ સંઘવીએ મતદાન કર્યુ
સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. વોર્ડ નંબર 21માં બુથ નંબર 75માં તેમણે મતદાન કર્યું છે.
PM મોદીએ બેલેટ પેપરથી મતદાન કર્યું
વડાપ્રધાન ગુજરાતની દરેક ચૂંટણીમાં ગુજરાત આવીને મતદાન કરતાં હોય છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ગુજરાત આવ્યા નથી. તેમણે દિલ્હીથી બેલેટે પેપરથી મતદાન કર્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચૂંટણીમાં કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં
આ ચૂંટણીમાં કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે. આજે અંદાજે 4.19 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે રાજ્યભરમાં 49,591 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અનેક રાજકીય વિશ્લેષકો તેને વિધાનસભા ચૂંટણી પહેલાંની ‘સેમી ફાઈનલ’ તરીકે જોઈ રહ્યા છે, ત્યારે આજે સૌની નજર મતદાન પર છે, જ્યાં જનતા પોતાનો નિર્ણય આપશે.












