મનોરંજન

‘કોકટેલ 2’ માં કૃતિ સેનન અને રશ્મિકા મંદાના લેસ્બિયન કપલ બનશે? ટ્રેલર લોન્ચમાં અભિનેત્રીઓએ કર્યો મોટો ખુલાસો

Cocktail 2: વર્ષ 2012 માં આવેલી સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી અભિનીત સુપરહિટ ફિલ્મ ‘કોકટેલ’ આજે પણ દર્શકોની ફેવરિટ ફિલ્મોમાંની એક છે. હવે દિગ્દર્શક હોમી અડાજાનિયા આ ફિલ્મની સિક્વલ ‘કોકટેલ 2’ (Cocktail 2) લઈને આવી રહ્યા છે, જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની જાહેરાત બાદથી જ સોશિયલ મીડિયા પર કૃતિ અને રશ્મિકાના પાત્રોને લઈને ચાલી રહેલી એક બોલ્ડ અફવાએ ભારે જોર પકડ્યું હતું, જેના પર હવે બંને અભિનેત્રીઓએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે.

સોશિયલ મીડિયા પર લેસ્બિયન લવ ટ્રેકની અફવાઓ થઈ વાયરલ

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઇન્ટરનેટ પર એવી અટકળો તેજ બની હતી કે ‘કોકટેલ 2’ માં કૃતિ સેનન અને રશ્મિકા મંદાના એક લેસ્બિયન કપલની ભૂમિકા ભજવી રહી છે અને ફિલ્મમાં તેમની વચ્ચે કેટલાંક બોલ્ડ દ્રશ્યો પણ ફિલ્માવવામાં આવ્યા છે. આ અફવાઓને કારણે સોશિયલ મીડિયા પર ફિલ્મ પ્રત્યે ચાહકોની ઉત્સુકતા અને શાહિદ કપૂરની ભૂમિકાને લઈને ચર્ચાઓ ખૂબ વધી ગઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટ્રેલર લોન્ચ દરમિયાન કૃતિ અને રશ્મિકાનો જડબાતોડ જવાબ

ફિલ્મના ભવ્ય ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન જ્યારે શાહિદ કપૂરે મજાકિયા અંદાજમાં બંને અભિનેત્રીઓને પૂછ્યું કે, “શું ફિલ્મમાં તમારા બંને વચ્ચે કોઈ લેસ્બિયન લવ ટ્રેક છે?” ત્યારે રશ્મિકાએ રહસ્યમય રીતે હસીને કહ્યું, “તમને ખબર નથી.” બીજી તરફ, કૃતિ સેનને આ અફવાઓ પર નારાજગી વ્યક્ત કરતા સણસણતો જવાબ આપ્યો કે, “એ જ તો મોટી સમસ્યા છે! જ્યારે મોટા પડદા પર બે છોકરાઓ ગાઢ મિત્ર તરીકે દેખાય છે, ત્યારે લોકો તેને ‘બ્રોમાન્સ’ કહીને સ્વીકારી લે છે. પરંતુ જ્યારે બે છોકરીઓ પાકી બહેનપણીઓ તરીકે જોવા મળે, ત્યારે કોઈને વિશ્વાસ નથી આવતો. લોકો એ સ્વીકારી જ નથી શકતા કે બે છોકરીઓ માત્ર સારી મિત્ર પણ હોઈ શકે છે.”

નિર્માતા દિનેશ વિજને અફવાઓને ગણાવી પાયાવિહોણી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મના નિર્માતા દિનેશ વિજને પણ આ તમામ અહેવાલોને સદંતર ફગાવી દીધા હતા. તેમણે ફિલ્મના પ્લોટ વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “ફિલ્મમાં એવો કોઈ સમલૈંગિક પ્રેમ ટ્રેક નથી. તેના બદલે, વાર્તામાં બે અલગ-અલગ રોમેન્ટિક ટ્રેક છે જે ખૂબ જ સમાંતર, ભાવનાત્મક રીતે ઊંડા અને આધુનિક સંબંધોની જટિલતાઓને બોલ્ડ રીતે રજૂ કરે છે.” તેમણે ચાહકોને સોશિયલ મીડિયાની વાતોમાં આવ્યા વિના વાર્તાનો અસલી આનંદ માણવા અપીલ કરી છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મ 19 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો: ‘વર્કિંગ મધર્સને મેટરનિટી લીવ મળે છે, વર્ક પ્લેસમાં સપોર્ટ નહીં’ કંગનાએ ઉઠાવ્યા સવાલ

Back to top button