પિતાએ તરછોડી, મિત્રોએ દગો કર્યો, હવે માતા જ છે આ અભિનેત્રીની દુનિયા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આજે અરિશ્ફા સફળતાની રાહ પર આગળ વધી રહી છે, પરંતુ બાળપણના ઘા હજુ પણ તેના દિલમાં ક્યાંક જીવંત છે. અરિશ્ફાએ તેની માતાએ દીકરીના જીવન સાથે જોડાયેલા ઘણા ભાવુક ખુલાસા કર્યા છે.

અરિશ્ફાની માતાએ જણાવ્યું કે, જ્યારે તે માત્ર બે-ત્રણ વર્ષની હતી ત્યારે તેના પિતા તેને છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ અરિશ્ફા નાની પાસે રહેતી હતી, જ્યારે માતા થિયેટર આર્ટિસ્ટ હોવાથી કમાવા માટે મુંબઈ આવી ગયાં હતાં. અનેક ઓડિશન આપ્યા છતાં તેમને કામ મળ્યું નહોતું. ત્યારબાદ તેમણે સ્ટંટ કરવાનું પણ શરૂ કર્યું હતું.

થોડા સમય બાદ અરિશ્ફા પણ મુંબઈ આવી હતી. તેની બોલવાની રીત લોકોને ખૂબ પસંદ આવતી હતી. લોકો તેને ફિલ્મોમાં કામ અપાવવાની સલાહ આપતા હતા. અરિશ્ફાએ પ્રથમ ઓડિશનમાં જ સફળતા મેળવી હતી. ત્યારબાદ માતાએ પોતાનું બધું છોડીને દીકરીની કારકિર્દી બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

માતાએ વધુમાં જણાવ્યું કે, કામના કારણે અરિશ્ફાનો અભ્યાસ પણ પ્રભાવિત થયો હતો. તેણે ધોરણ 10 સુધી નિયમિત અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ધોરણ 12નું શિક્ષણ ઓપન સ્કૂલિંગ દ્વારા પૂર્ણ કર્યું હતું. દરરોજ 15 કલાક શૂટિંગ અને મહિનામાં લગભગ 25 દિવસ કામ હોવાને કારણે તેને અભ્યાસ માટે સમય મળતો નહોતો. અભ્યાસ પૂરો ન કરી શકવાને કારણે તે ઘણીવાર રડતી હતી.

આ વાત તેના મનમાં ઊંડી અસર કરી ગઈ હતી. શાળામાં નિયમિત ન જઈ શકવાને કારણે ક્લાસના બાળકો તેને ચીડવતા હતા. એટલું જ નહીં, શૂટિંગની દુનિયામાં બાળપણના મિત્રો પણ તેની સાથે સ્વાર્થ માટે મિત્રતા રાખતા હતા. કામના વ્યસ્ત શેડ્યૂલને કારણે અરિશ્ફાને અંગ્રેજી વાંચવા અને લખવામાં પણ મુશ્કેલી પડતી હતી.













