ટ્રેન્ડિંગનેશનલ

છઠની ખુશીઓ વચ્ચે પટનામાં મોટી દુર્ઘટના, ગંગામાં ડૂબ્યા 4 યુવકો… 3ની શોધખોળ ચાલુ

Patna Chhath news : પટનાના મિર્ઝાપુર ઘાટ પર રવિવારે છઠ મહાપર્વ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગંગા નદીમાં સ્નાન કરવા અથવા અર્ઘ્ય આપવા ઉતરેલા ચાર યુવકો ઊંડા પાણીમાં ચાલ્યા જવાથી ડૂબી ગયા હતા. પટના સિટીના દીદારગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા મિર્ઝાપુર ઘાટ પર રવિવારે આ દુર્ઘટના ઘટી હતી. છઠ મહાપર્વ નિમિત્તે ગંગા નદીમાં સ્નાન કરવા પહોંચેલા ચાર યુવકો ઊંડા પાણીમાં જતા ડૂબી ગયા, જેના કારણે ઘાટ પર અફરાતફરી મચી ગઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિ ક ગોતાખોરો અને હાજર લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તાત્કાલિક કાર્યવાહી કરીને એક યુવકને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે, જેની હાલની સ્થિતિ ખતરા બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે, અન્ય ત્રણ યુવકો હજુ પણ ઊંડા પાણીમાં લાપતા છે અને તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.

આ પણ વાંચોઃ તહેવારોમાં હવે ઘર પર નહીં સ્ટેકેશનનો વધતો ટ્રેન્ડ, બદલાઈ રહી છે ઉજવણીની રીત

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાપતા ત્રણેય યુવકોની શોધખોળ માટે એસડીઆરએફ (SDRF) ની વિશેષ ટીમ અને વ્યાવસાયિક ગોતાખોરોને ગંગા નદીમાં ઉતારવામાં આવ્યા છે. યુવકોને વહેલી તકે શોધી કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Amazon પર મળશે દરેક પ્રશ્નોના જવાબ! કંપની રજૂ કરી રહી છે નવી સિસ્ટમ

Back to top button