ડિજિટલ પેમેન્ટ ફ્રોડ પર લગામ: જાણો RBI નો 6 કલાકનો નિયમ

RBI New Rule: ઓનલાઈન બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે અને તેની સાથે સાયબર ફ્રોડના મામલામાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે તેના પર લગામ લગાવવા માટે સેન્ટ્રલ રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ છ કલાકમાં રિપોર્ટિંગ કરવાનો નિયમ (RBI 6-Hour Reporting Rule) લાગુ કર્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકિંગ ફ્રોડના મામલાઓ પર રોક લગાવવા અને ગ્રાહકોના નાણાંની સુરક્ષાને મજબૂત કરવાનો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું છે RBI નો 6-hour Rule?
અહેવાલ મુજબ, સેન્ટ્રલ બેંકે 6 કલાક રિપોર્ટિંગવાળા નવા નિયમ હેઠળ જારી કરેલા દિશાનિર્દેશોમાં જણાવ્યું છે કે તમામ નોન-બેંકિંગ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ (PSO) એ સાયબર હુમલો અથવા અન્ય અસામાન્ય ઘટનાઓ વિશે નક્કી કરેલા છ કલાકની અંદર એક નિશ્ચિત ફોર્મેટમાં સેન્ટ્રલ બેંકને માહિતી આપવી પડશે.
એક્સપર્ટ્સનું માનવું છે કે રિઝર્વ બેંક દ્વારા પીએસઓ (PSO) ને સાયબર હુમલો, સિસ્ટમમાં રૂકાવટ અને સેટલમેન્ટમાં વિલંબ જેવી ઘટનાઓની જાણકારી 6 કલાકમાં રિપોર્ટ કરવાથી મોટો ફાયદો થશે. તેનો હેતુ સાયબર સિક્યોરિટીને મજબૂત કરવાનો અને ડિજિટલ ફ્રોડના વધતા જોખમને અટકાવવાનો છે.
આ પણ વાંચોઃ છઠ પૂજાને લઈને દિલ્હી મેટ્રોના સમયમાં ફેરફાર, સવારે 4:30થી સેવા શરૂ
સાયબર ઠગ્સ પર હવે ફાટાફટ એક્શન
આરબીઆઈના 6 કલાક વાળા નિયમ હેઠળ નોન-બેંકિંગ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ માટે છ કલાકની નિર્ધારિત ડેડલાઇનનો હેતુ એ છે કે તેનાથી રેગ્યુલેટરને ઝડપથી આવા મામલાઓમાં હસ્તક્ષેપ કરીને એક્શન લેવામાં અને પેમેન્ટ ઇકોસિસ્ટમ સામે આવતા સંભવિત જોખમોની વધુ સારી રીતે દેખરેખ રાખવામાં મદદ મળશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા પેમેન્ટ કંપનીઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ સાયબર સુરક્ષા ઘટનાની રિપોર્ટ ફ્રોડની જાણ થયાના છ કલાકની અંદર CERT-In ને આપે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ડિજિટલ લેણ-દેણ ઝડપથી વધવાને કારણે અને પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરનાર સાયબર જોખમો પર લગામ લગાવવા માટે આ પગલું અત્યંત આવશ્યક બની ગયું છે.
ક્યાં-ક્યાં લાગુ થશે નિયમ?
સેન્ટ્રલ બેંકે PSOs માટે નવા સાયબર સેફગાર્ડ નક્કી કરવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, સોફ્ટવેર સિક્યોરિટી, સિસ્ટમ ઓડિટ અને થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ માટે નિયમો કડક કર્યા છે. નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ માટે સાયબર રેઝિલિયન્સ અને ડિજિટલ પેમેન્ટ સિક્યોરિટી કંટ્રોલ્સ પર RBI ના સંશોધિત માસ્ટર ડાયરેક્શન્સ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI), કાર્ડ નેટવર્ક્સ, પેમેન્ટ એગ્રીગેટર્સ, પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ઇશ્યૂઅર્સ અને વ્હાઇટ-લેબલ ATM ઓપરેટર્સ (WLAOs) પર લાગુ થાય છે.
નાના PSOs માટે 2028થી લાગુ
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, મોટા અને મધ્યમ PSOs માટે નવા નિયમો હાલમાં લાગુ છે. જ્યારે નાના PSOs ને તેનું પાલન કરવા માટે 1 એપ્રિલ, 2028 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
63SATS સાયબરટેકના જોઈન્ટ MD અને CEO શ્રીનિવાસ એલ. ના જણાવ્યા મુજબ, ‘RBIએ વિખરાયેલા સર્ક્યુલરને એક સ્પષ્ટ રૂલબુકમાં બદલ્યા છે અને આનાથી સાયબર ફ્રોડના મામલામાં સામે આવતા તમામ બહાના ખતમ થઈ ગયા છે.’
અપોલો ઇન્ફોવેઝના ફાઉન્ડર અને CEO રવિ પ્રકાશના મતે, ‘જરૂરી 6 કલાકની રિપોર્ટિંગ વિન્ડો સ્પષ્ટ સંદેશ આપે છે કે સાયબર સિક્યોરિટી હવે માત્ર રિએક્ટિવ કમ્પ્લાયન્સ ફંક્શન રહી શકે નહીં. RBI એ ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને વધુ બુદ્ધિશાળી (Intelligent) બનાવવાની દિશામાં આ સ્ટ્રેટેજિક પગલું ભયું છે.’
આ પણ વાંચોઃ સુરતના કાપડ ઉદ્યોગ પર મંદીની માર, ખરીદી ઘટતાં વેપારીઓની ચિંતા વધી












