ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

8 દિવસમાં જ રામાયણની ₹1,000 કરોડની કમાણી, એનિમલ અને પઠાણને પાછળ છોડ્યાં

Ramayana Box Office Collection: બોલિવૂડની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ: રાઇઝ ઓફ અ લેજન્ડે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મે રિલીઝના માત્ર 8 દિવસમાં જ વિશ્વભરમાં ₹1,000 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે ફિલ્મે ભારતમાં રણબીર કપૂરની જ ‘એનિમલ’ અને શાહરુખ ખાનની ‘પઠાણ’ના લાઇફટાઇમ કલેક્શનને પણ પાછળ છોડી દીધાં છે.

વિશ્વભરમાં ₹1,033 કરોડથી વધુની કમાણી

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ‘રામાયણ: રાઇઝ ઑફ અ લેજન્ડ’ 5 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે 8 દિવસમાં વિશ્વભરમાં કુલ ₹1,033.55 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ સાથે તે ₹1,000 કરોડની ક્લબમાં સામેલ થનારી 11મી ભારતીય ફિલ્મ બની છે. આ સિદ્ધિ હાંસલ કરવામાં ફિલ્મે માત્ર 8 દિવસ લીધા છે અને તે સૌથી ઝડપી આ સિદ્ધિ મેળવનારી ભારતીય ફિલ્મોમાં ત્રીજા ક્રમે છે.

‘એનિમલ’ અને ‘પઠાણ’ને પાછળ છોડ્યાં

ભારતીય બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે નોંધપાત્ર કમાણી કરી છે. 8મા દિવસે એટલે કે 12 નવેમ્બરે ફિલ્મે ભારતમાં ₹53.50 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આ સાથે તેનું કુલ ઇન્ડિયા નેટ કલેક્શન ₹564.60 કરોડ પર પહોંચ્યું છે. ફિલ્મે રણબીર કપૂરની ‘એનિમલ’ના ₹556.36 કરોડ અને શાહરુખ ખાનની ‘પઠાણ’ના ₹544.28 કરોડના લાઇફટાઇમ ઇન્ડિયા કલેક્શનને પાછળ છોડી દીધાં છે.

ભારતમાં અને વિદેશમાં કેટલી કમાણી?

આઠ દિવસના આંકડા મુજબ ફિલ્મનું ભારતમાં ગ્રોસ કલેક્શન ₹675.05 કરોડ અને નેટ કલેક્શન ₹564.60 કરોડ નોંધાયું છે. જ્યારે વિદેશી બજારમાંથી ₹358.50 કરોડની કમાણી થઈ છે. આ બંને મળીને ફિલ્મનું વિશ્વભરનું ગ્રોસ કલેક્શન ₹1,033.55 કરોડ થયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દિવાળીના દિવસોમાં કમાણીમાં મોટો ઉછાળો

ફિલ્મની કમાણીમાં તહેવારો દરમિયાન મોટો ઉછાળો જોવા મળ્યો હતો. રિલીઝના પાંચમા દિવસે ફિલ્મે ભારતમાં ₹107.50 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જ્યારે છઠ્ઠા દિવસે ₹94.10 કરોડની કમાણી નોંધાઈ હતી. આઠમા દિવસે કલેક્શનમાં ઘટાડો થયો હોવા છતાં ફિલ્મે ₹1,000 કરોડની વૈશ્વિક ક્લબમાં સ્થાન મેળવી લીધું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2028માં રિલીઝ થવાનો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ બનશે ડિજિટલ સ્માર્ટ સિટી! 2,000 કિમી ઓપ્ટિકલ ફાઈબર પથરાશે, 2 લાખ સ્ટ્રીટલાઈટ પોલ બનશે સ્માર્ટ
Back to top button