ટ્રેન્ડિંગમનોરંજન

રામાયણ પર ‘કૃષ્ણ’નો ગુસ્સો, કહ્યું- ‘ગુમરાહ કરે છે…’, મસાલા ફિલ્મ સાથે કરી તુલના

Nitish Bharadwaj Criticizes Nitesh Tiwari Ramayana Movie:  બીઆર ચોપરાની પ્રખ્યાત સિરિયલ ‘મહાભારતમાં’ ભગવાન શ્રીકૃષ્ણનું અમર પાત્ર ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજે નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે આ ફિલ્મને ‘મસાલા ફિલ્મ’ કરાર આપી છે અને તેના ક્રિએટિવ ફેરફારો પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે, આ પ્રકારની ફિલ્મો યુવા પેઢીને ધર્મ અને સંસ્કૃતિના મામલે ગેરમાર્ગે દોરી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નીતિશ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફિલ્મની વાર્તા, પાત્રોના ચિત્રણ અને તેના ઐતિહાસિક તથ્યો પર અસંતોષ વ્યક્ત કર્યો છે.

યુવાનોને ગેરમાર્ગે દોરતી મસાલા ફિલ્મ

ભારદ્વાજના જણાવ્યા મુજબ, આ ફિલ્મ યુવા દર્શકોના મનમાં હિન્દુ ધર્મ, તેના નાયકો અને ભારતની સાંસ્કૃતિક વારસા વિશે ખોટી માહિતી ફેલાવી શકે છે. તેમણે યુવાનોને સોશિયલ મીડિયા કે ફિલ્મોની વાતો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે પ્રમાણભૂત અને સારી રીતે સંશોધિત પુસ્તકો વાંચવાની સલાહ આપી છે.

રામાયણના રચિયતા અંગે સવાલ

ફિલ્મમાં એવા દાવા કરવામાં આવ્યા છે કે, રામાયણનો કોઈ એક રચિયતા નથી. આ અંગે નીતિશ ભારદ્વાજે સ્પષ્ટ કર્યું કે મહર્ષિ વાલ્મિકી જ રામાયણના મૂળ રચિયતા છે, જ્યારે બાકીના તમામ સંસ્કરણો તેના રચનાત્મક અને ભૌગોલિક રૂપાંતરણો છે.

આ પણ વાંચોઃ સ્વચ્છ સર્વેક્ષણમાં ઈન્દોરથી આગળ નિકળ્યું નવી મુંબઈ, જાણો કેવી રીતે અપાય છે રેન્કિંગ

રાવણ અને સંસ્કૃતિનું ચિત્રણ

ફિલ્મમાં રાવણ અને તેની વંશાવલીના ચિત્રણ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, રાવણ ‘રાક્ષસ સંસ્કૃતિ’નો પ્રતિનિધિ હતો, ન કે તેણે ત્રણેય લોકમાં ‘અસુર શાસન’ સ્થાપ્યું હતું. રાવણના વૈદિક જ્ઞાન અને અશ્વમેઘ ઘોડાના ઉપયોગ પર પણ તેમણે આપત્તિ દર્શાવી છે.

અરુણ ગોવિલના અભિનયની પ્રશંસા

ફિલ્મના વિરોધ વચ્ચે નીતિશ ભારદ્વાજે રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અને આ ફિલ્મમાં રાજા દશરથની ભૂમિકા ભજવી રહેલા અરુણ ગોવિલના અભિનય અને તેમની ભાવનાત્મક સફરની ભરપૂર પ્રશંસા કરી છે. અગાઉ તેમણે ફિલ્મના VFXની પ્રશંસા કરી હતી, પરંતુ હવે તેના વૈચારિક પક્ષને લઈને પોતાની પ્રશંસા પાછી ખેંચી લીધી છે.

આ પણ વાંચોઃ એક જ નોકરીમાં લાંબો સમય રહેવા નથી માંગતા Gen Z, જાણો નોકરી બદલવા પાછળનાં કારણો

Back to top button