ટ્રેન્ડિંગનેશનલ

છઠ પૂજાને લઈને દિલ્હી મેટ્રોના સમયમાં ફેરફાર, સવારે 4:30થી સેવા શરૂ

Metro : છઠ પૂજાના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા મેટ્રો સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવાર, 16 નવેમ્બર 2026ના રોજ છઠ પૂજાના અંતિમ દિવસે ‘ઉષા અર્ઘ્ય’ નિમિત્તે દિલ્હી મેટ્રોની તમામ લાઇનો પર સવારે 6 વાગ્યાના બદલે 4:30 વાગ્યાથી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શ્રદ્ધાળુઓને છઠ ઘાટ સુધી પહોંચવામાં મળશે સરળતા

DMRCના જણાવ્યા અનુસાર, મેટ્રો નેટવર્કના તમામ ટર્મિનલ સ્ટેશનો પરથી સવારે 4:30 વાગ્યે પ્રથમ ટ્રેન ઉપડશે. વહેલી સવારે છઠ ઘાટ પર પહોંચતા શ્રદ્ધાળુઓને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શરૂઆતમાં 15 મિનિટના અંતરે દોડશે મેટ્રો

દિલ્હી મેટ્રોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી છે. સવારે 4:30 વાગ્યાથી નિયમિત સેવાઓ શરૂ થાય ત્યાં સુધી તમામ લાઇનો પર મેટ્રો ટ્રેનો 15 મિનિટના અંતરે દોડશે. ત્યારબાદ મેટ્રોનું સંચાલન નિયમિત સમયપત્રક પ્રમાણે કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત

છઠ પૂજા દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છઠ ઘાટ પર પહોંચે છે. આવી સ્થિતિમાં મેટ્રો સેવા વહેલી શરૂ થવાથી જાહેર પરિવહનનો ઉપયોગ કરતા લોકોને મોટી રાહત મળશે.

સોમવારે સવારે ઊગતા સૂર્યને અપાશે અર્ઘ્ય

છઠ પૂજામાં સૂર્યદેવને પ્રથમ અર્ઘ્ય આથમતા સૂર્યને અને બીજું અર્ઘ્ય ઊગતા સૂર્યને આપવામાં આવે છે. સોમવારે સવારે છઠ પૂજાનું અંતિમ અને સૌથી મહત્ત્વપૂર્ણ અનુષ્ઠાન ‘ઉષા અર્ઘ્ય’ કરવામાં આવશે. આ દરમિયાન વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓ નદી, તળાવ તથા અન્ય જળાશયો પાસે પહોંચીને ઊગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશે.

આ પણ વાંચો:Microsoft યુઝર્સ સાવધાન! આઉટેજ બાદ સાયબર ફ્રોડનો ખતરો, કંપનીએ આપી ચેતવણી

ચાર દિવસીય છઠ મહાપર્વનું થશે સમાપન

આ પ્રસંગે વાંસના સૂપડા અને ટોપલામાં ઠેકુઆ, ફળ, શેરડી સહિત વિવિધ પ્રસાદ સજાવવામાં આવે છે. ઊગતા સૂર્યને જળ અને દૂધ અર્પણ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ અને સંતાનના લાંબા આયુષ્યની કામના કરવામાં આવે છે. ઉષા અર્ઘ્ય બાદ વ્રતધારીઓ છઠી મૈયાની પૂજા કરીને પ્રસાદ ગ્રહણ કરે છે અને લગભગ 36 કલાકથી ચાલી રહેલા નિર્જળા વ્રતના પારણા કરે છે. આ સાથે જ ચાર દિવસ સુધી ચાલતા છઠ મહાપર્વનું સમાપન થાય છે.

Back to top button