ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

7 વર્ષ પછી ન્યુઝીલેન્ડની બાદશાહી ખતમ, ભારતે ઘર આંગણે હરાવી કર્યો કરિશ્મા

IND vs NZ ODI series : ન્યુઝીલેન્ડને તેના જ ઘરમાં છેલ્લી વનડે સિરીઝમાં પણ ભારતે જ હરાવ્યું હતું. તેને 2019માં ભારત સામે જ હાર મળી હતી. હવે સાત વર્ષ પછી ફરી એકવાર ન્યુઝીલેન્ડને ભારતીય ટીમએ ધૂળ ચટાડી છે. ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડની ધરતી પર ઇતિહાસ રચ્યો છે. પાંચ મેચોની રોમાંચક વનડે સિરીઝની આખરી મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ન્યુઝીલેન્ડને 22 રને હરાવીને સિરીઝ 3-1થી પોતાના નામ કરી લીધી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ જીતની સાથે જ ન્યુઝીલેન્ડનો તેના ઘરમાં છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલો અજેય અભિયાન અને સતત 11 ODI સિરીઝ જીતવાનો સિલસિલો પણ સંપૂર્ણપણે તૂટી ગયો છે. ખાસ વાત એ છે કે ન્યુઝીલેન્ડને તેના ઘરમાં છેલ્લીવાર પણ વર્ષ 2019માં ભારતે જ હરાવ્યું હતું. આ પછીના છેલ્લા સાત વર્ષમાં જે કોઈ બીજી ટીમ ન કરી શકી તે કરિશ્મા ભારતે કરી બતાવ્યો છે.

બેટિંગમાં સંઘર્ષ છતાં સન્માનજનક સ્કોર

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. કેપ્ટન રોહિત શર્મા (7 રન) અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (5 રન) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. ઋતુરાજ ગાયકવાડ પણ 18 રન બનાવીને આઉટ થયા અને ટીમણે માત્ર 34 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી.

મુશ્કેલ સમયમાં અક્ષર પટેલ અને ઈશાન કિશને મોરચો સંભાળ્યો હતો. બંનેએ જવાબદારીપૂર્વક રમતા 46-46 રનની મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી. જો કે, આ પછી સતત વિકેટો પડતી રહી, પરંતુ અંતમાં મોહમ્મદ સિરાજ (અણનમ 14) અને અર્શદીપ સિંહ (માત્ર 4 બોલમાં 2 છગ્ગાની મદદથી 14 રન) એ છેલ્લી વિકેટ માટે મહત્વપૂર્ણ 28 રન જોડ્યા, જેના કારણે ભારત 42.1 ઓવરમાં 209 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું.

આ પણ વાંચોઃ આજે વિશ્વ માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ, રાજ્યમાં દરરોજ સરેરાશ 77 અકસ્માતમાં 23ના મોત

કીવી બેટ્સમેનો પર ભારે પડી ભારતીય બોલિંગ

210 રનના નાના લક્ષ્યનો બચાવ કરવા ઉતરેલી ભારતીય બોલરોએ શરૂઆતથી જ કીવી બેટ્સમેનો પર દબાણ જાળવી રાખ્યું હતું. ન્યુઝીલેન્ડની પૂરી ટીમ 48.1 ઓવરમાં માત્ર 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૌથી ઘાતક બોલિંગ કરતા 10 ઓવરમાં માત્ર 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, મોહમ્મદ સિરાજે 2 અને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા અક્ષર પટેલે પણ 2 વિકેટ પોતાના નામે કરી હતી.

ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પણ કોચ તરીકે ઘરની બહાર (વિદેશી ધરતી પર) આ પહેલી વનડે સિરીઝની જીત છે. વર્ષ 2024માં ન્યુઝીલેન્ડે ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતીને 12 વર્ષનું ભારતીય વર્ચસ્વ ખતમ કર્યું હતું.

આ પણ વાંચોઃ Ola પર ₹10 લાખનો દંડ! રાઇડ બુકિંગ પહેલાં ટિપ માગવાની વાતને CCPAએ ગણાવી ડાર્ક પેટર્ન

Back to top button