ટ્રેન્ડિંગવર્લ્ડ

મુસ્લિમ ઓળખ, મિસ્ત્ર સાથે સંબંધ અને રાજકારણમાં મોટું પગલું, ટ્રમ્પને જડબાતોડ જવાબ આપનાર અબ્દુલની કહાણી!

Abdul El-Sayed Wins Michigan US Senate Race:  અબ્દુલ એલ-સૈયદે મિશિગનથી ચૂંટણી જીતીને પહેલો શબ્દ કહ્યો- “હબીબી”. આ પછી તેમણે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સનો ક્લાસ લીધો. અમેરિકાના પ્રથમ સિનેટર ઇલેક્ટ બન્યા બાદ અબ્દુલ એલ-સૈયદે મિશિગનમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા અને કહ્યું, “જેડી, હબીબી (મારા વ્હાલા દોસ્ત)! વિડંબના જુઓ કે, જાન્યુઆરીમાં બંધારણ મુજબ તમારે જ મને સિનેટર પદના શપથ લેવડાવવા પડશે.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ કટાક્ષ તેમણે અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પર કર્યો હતો. વાસ્તવમાં જાન્યુઆરીમાં નવા સીનેટરોને શપથ લેવડાવવાની બંધારણીય જવાબદારી વાઇસ પ્રેસિડેન્ટની હોય છે, જેઓ સીનેટના ચેરમેન પણ હોય છે. આ પછી અબ્દુલ એલ-સૈયદે ટ્રમ્પ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ટ્રમ્પને મારું નામ બોલવામાં તકલીફ પડે છે, તેથી જાન્યુઆરીમાં શપથ લીધા પછી તેઓ મને ફક્ત ‘સિનેટર’ કહીને બોલાવી શકે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ અને જેડી વેન્સ બંનેએ અબ્દુલ એલ-સૈયદની મુસ્લિમ ઓળખ, રાજકીય વિચારધારા પર સવાલો ઉઠાવ્યા હતા. ટ્રમ્પે તો તેમના નામની મજાક ઉડાવી હતી અને તેમને ‘રેડિકલ જેહાદી’ સુધી કહી દીધા હતા. વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પણ તેમના પર નસલીય નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

અબ્દુલ એલ-સૈયદ મિશિગનથી પહેલા મુસ્લિમ સીનેટર બન્યા છે. ડેમોક્રેટિક સીનેટર અબ્દુલ એલ-સૈયદે રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ સાંસદ માઇક રોજર્સને હરાવ્યા છે.

કોણ છે અબ્દુલ એલ-સૈયદ?

અમેરિકાની ચૂંટણીમાં એક નામ એવું પણ રહ્યું, જેની ચર્ચા રાજકીય જીત કરતા તેની ધાર્મિક ઓળખને લઈને વધુ થઈ. અબ્દુલ એલ-સૈયદે મિશિગનથી અમેરિકી સીનેટની ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલાં ₹10, ₹20 અને ₹50ની નોટો બંધ થશે? RBIના નામે નકલી પરિપત્રથી ખળભળાટ, જાણો સત્ય

અબ્દુલ એલ-સૈયદનું પૂરું નામ અબ્દુલરહમાન મોહમ્મદ એલ-સૈયદ છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1984 ના રોજ અમેરિકાના મિશિગન રાજ્યના રોચેસ્ટર હિલ્સમાં થયો હતો. તેમના માતા-પિતા ઇજિપ્તથી આવીને અમેરિકામાં વસ્યા હતા. અબ્દુલે મિશિગન યુનિવર્સિટીમાંથી બાયોલોજી અને પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. આ પછી તેમને પ્રતિષ્ઠિત રોડ્સ સ્કોલરશિપ મળી અને તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પબ્લિક હેલ્થમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી. તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી મેડિકલની ડિગ્રી (MD) પણ લીધી છે.

2015 માં તેઓ મિશિગનના સૌથી મોટા શહેર ડેટ્રોઇટના હેલ્થ ડિરેક્ટર બન્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 30 વર્ષ હતી. તેમણે ડેટ્રોઇટની આર્થિક કટોકટી પછી આરોગ્ય વિભાગને ફરીથી વ્યવસ્થિત કરવાનું કામ કર્યું હતું. 2023 થી 2025 સુધી એલ-સૈયદે ‘વેન કાઉન્ટી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ, હ્યુમન એન્ડ વેટરન્સ સર્વિસીસ’ ના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેઓ પોડકાસ્ટ હોસ્ટ અને લેખક પણ રહ્યા છે. તેમની પુસ્તકોમાં Medicare for All: A Citizen’s Guide સામેલ છે.

2018 માં પણ લડ્યા હતા ચૂંટણી

અબ્દુલ એલ-સૈયદે 2018 માં પહેલીવાર મિશિગનના ગવર્નર પદ માટે ચૂંટણી લડી હતી. તે સમયે તેમને બર્ની સેન્ડર્સ અને એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેજ જેવા નેતાઓનું સમર્થન મળ્યું હતું. જોકે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં તેઓ ગ્રેચેન વ્હાઇટમર સામે હારી ગયા હતા.

વિદેશ નીતિ અને ગાઝા પર વલણ

અબ્દુલ એલ-સૈયદના ચૂંટણી અભિયાનનો મુખ્ય નારો હતો- રાજકારણમાંથી કોર્પોરેટ પૈસાનો પ્રભાવ ખતમ કરવો અને આમ આદમી માટે Medicare for All ની વ્યવસ્થા કરવી. વિદેશ નીતિના મુદ્દે તેઓ ઇઝરાયેલને અમેરિકાથી મળતા સૈન્ય સમર્થનના મુખર આલોચક રહ્યા. તેમણે ગાઝામાં ઇઝરાયેલના સૈન્ય અભિયાનને ‘નરંસહાર’ ગણાવ્યું હતું અને અમેરિકાથી મળતી બિનશરતી લશ્કરી સહાય બંધ કરવાની માગ કરી હતી.

આ વખતે કેવી રીતે રચ્યો ઇતિહાસ?

2026 માં તેમણે મિશિગનથી અમેરિકી સીનેટની સીટ માટે ચૂંટણી લડી. ઓગસ્ટમાં ડેમોક્રેટિક પ્રાઇમરીમાં તેમણે પક્ષના પ્રસ્થાપિત નેતા અને સાંસદ હેલી સ્ટીવન્સને હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. આ પછી મુખ્ય ચૂંટણીમાં તેમનો મુકાબલો રિપબ્લિકન ઉમેદવાર માઇક રોજર્સ સામે થયો.

4 નવેમ્બરના રોજ સામે આવેલા પરિણામોમાં એલ-સૈયદે રોજર્સને શિકસ્ત આપી. આ સાથે જ તેઓ અમેરિકી સીનેટ માટે ચૂંટાનારા પ્રથમ મુસ્લિમ બની ગયા છે. તેઓ મિશિગનથી ડેમોક્રેટિક સીનેટર ગેરી પીટર્સની ખાલી થઈ રહેલી સીટ સંભાળશે.

આ પણ વાંચોઃ ગ્રીન એનર્જી અને પાવર સેક્ટરમાં આવશે મોટી ક્રાંતિ! સરકારે પાસ કર્યો રૂ.14,500 કરોડનો મેગા પ્લાન

Back to top button