‘સિદ્ધુના ગીતોમાં પંજાબનો અવાજ હતો…’ સંગરૂકની રેલીમાં રાહુલ ગાંધીએ મૂસેવાલાને કર્યા યાદ

Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પંજાબના સંગરૂરમાં એક રેલી દરમિયાન દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને યાદ કર્યા હતા. તેમણે સ્ટેજ પરથી મૂસેવાલાના પિતાને બોલાવ્યા અને પોતાની પ્રથમ મુલાકાતનો કિસ્સો શેર કર્યો હતો. રાહુલે જણાવ્યું કે, જ્યારે સિદ્ધુ તેમને મળવા આવ્યા હતા, ત્યારે તેમણે તેમના ગીતો સાંભળ્યા ન હતા, પરંતુ પ્રથમ મુલાકાતમાં જ તેઓ અત્યંત પ્રતિભાશાળી અને પ્રભાવશાળી યુવાન લાગ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સિદ્ધુ મૂસેવાલા કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા. તેઓ રાજકારણને ખૂબ સારી રીતે સમજતા ન હતા, પરંતુ તેમનામાં અદ્ભુત ક્ષમતા હતી. પ્રથમ મુલાકાતમાં જ તેમને લાગ્યું હતું કે આ યુવાનને રાજકારણમાં સહજ અનુભવ કરાવવો જોઈએ અને પોતાની રીતે તેનું રાજકીય રક્ષણ કરવું જોઈએ. જોકે, તે સમયે તેમના મનમાં શારીરિક સુરક્ષાનો ખ્યાલ આવ્યો ન હતો.
सिद्धू मूसेवाला एक Dynamic और Talented लड़का था।
मैं जब पहली बार उससे मिला, तब मैं उसे जानता नहीं था। मुझे सिर्फ ये बताया गया था कि वो एक अच्छा लड़का है, Musician है और कांग्रेस में आना चाहता है।
जब मैंने उसका गाना 295 सुना, तब जाना कि पंजाब का एक बेहतरीन Musician राजनीति में आ रहा है।
वो पंजाब के लिए बड़े काम कर सकता था, क्योंकि उसके अंदर पंजाब की आवाज थी, जिसे वो अपने गानों के जरिए दुनिया के सामने रखता था।
इस बीच सिद्धू को धमकियां मिलने लगी थीं, लेकिन फिर भी उसकी Security हटा दी गई और एक दिन सबके सामने दिनदहाड़े उसकी हत्या कर दी गई।
जो सिद्धू मूसेवाला के साथ हुआ, वो पंजाब में फैशन बन चुका है। जिस सोच ने सिद्धू मूसेवाला को मार डाला, वही सोच आज पंजाब के हर कोने में घूम रही है।
: ‘इंसाफ रैली’ में नेता विपक्ष श्री @RahulGandhi
📍 संगरूर, पंजाब
— Congress (@INCIndia) November 4, 2026
‘સિદ્ધુના ગીતોમાં પંજાબનો અવાજ હતો’
સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, પાછળથી જ્યારે તેમણે સિદ્ધુ મૂસેવાલાના ગીતો સાંભળ્યા ત્યારે તેમને સમજાયું કે તેમના સંગીતમાં પંજાબનો અસલી અવાજ હતો. તેઓ પંજાબના સૌથી પ્રતિભાશાળી સંગીતકારોમાંથી એક હતા અને ભવિષ્યમાં રાજકારણમાં પણ મોટું કામ કરી શક્યા હોત. સિદ્ધુને સતત ધમકીઓ મળી રહી હતી. ત્યારબાદ એક દિવસ તેમણે જોયું કે બધાની સામે તેમની સુરક્ષા હટાવી લેવામાં આવી અને તે પછી ધોળા દિવસે પંજાબમાં તેમની હત્યા કરી દેવામાં આવી.
આ પણ વાંચોઃ મુસ્લિમ ઓળખ, મિસ્ત્ર સાથે સંબંધ અને રાજકારણમાં મોટું પગલું, ટ્રમ્પને જડબાતોડ જવાબ આપનાર અબ્દુલની કહાણી!
રાહુલે મૂસેવાલાના પિતા સાથેની પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે તે સમયે એક એવી વાત કહી હતી, જે તેમને આજે પણ યાદ છે. રાહુલના જણાવ્યા મુજબ, મૂસેવાલાના પિતાએ કહ્યું હતું કે માતા-પિતાનું અવસાન થાય તો દુઃખ થાય છે, પરંતુ જે પિતાને પોતાના પુત્રનું મૃત્યુ જોવું પડે, તેનાથી મોટું દર્દ દુનિયામાં બીજું કોઈ નથી.
‘જે વિચારધારાએ સિદ્ધુને માર્યો, તે જ આજે પંજાબમાં ફરે છે’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, જે વિચારધારાએ સિદ્ધુ મૂસેવાલાને સૌની સામે ગોળી મારી, તે જ વિચારધારા આજે પંજાબના ખૂણે-ખૂણામાં ફરી રહી છે. તેમણે કહ્યું કે જે યુવાનો પોતાની આવડતના જોરે આગળ વધવા માંગે છે અને પંજાબ તથા દેશ માટે કામ કરવા માંગે છે, તેમને ધમકાવવામાં અને ડરાવવામાં આવે છે અને બાદમાં જાહેર જગ્યાએ ગોળી મારી દેવાય છે.
મૂસેવાલાની હત્યાનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ પંજાબમાં પ્રતિભાશાળી યુવાનોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ માત્ર એક વ્યક્તિની હત્યાની વાર્તા નથી, પરંતુ તે વિચારધારાનો મામલો છે જે યુવાનોને આગળ વધતા રોકે છે.












