HTAT Exam 2026: ગુજરાતમાં સરકારી શાળાઓના આચાર્ય બનવા માટે યોજાઈ HTAT પરીક્ષા, 3264 જગ્યાઓ માટે 37414 ઉમેદવારો મેદાનમાં

HTAT Exam Gujarat 2026 : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં આજે સરકારી શાળાઓના આચાર્ય બનવા માટેની મહત્વપૂર્ણ HTAT (Head Teacher Aptitude Test) પરીક્ષા યોજાઈ હતી. રાજ્યની 3264 સરકારી શાળાઓના આચાર્ય પદ માટે કુલ 37414 ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે, જેના કારણે 1 જગ્યા માટે સરેરાશ 11 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પરીક્ષામાં 5 વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અનુભવી ઉમેદવારો પ્રિન્સિપાલ બનવા માટે મેદાનમાં ઉતર્યા છે. છેલ્લા 2 થી 3 મહિનાથી આ પરીક્ષાની તૈયારી કરી રહેલા શિક્ષકોએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી.
આ પણ વાંચોઃ બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય તો તરત આ પગલાં લો, RBIના નિયમો જાણો
ઉમેદવારોને પડી મુશ્કેલીઓ
પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોએ વ્યવસ્થા અને કામગીરીને લઈને કેટલીક મુશ્કેલીઓ પણ રજૂ કરી હતી. ખાસ કરીને ઘણા ઉમેદવારોને ૨૦૦ કિલોમીટરથી વધુ દૂર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવતા તેઓને મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, ઉમેદવારોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવે છે પરંતુ ભરતી પ્રક્રિયામાં સમય લાગે છે. તેમ છતાં, શિક્ષકમાંથી આચાર્ય બનવાની આ મોટી તક હોવાથી ઉમેદવારોએ તમામ મુશ્કેલીઓ પાર કરીને પરીક્ષા આપી હતી.
આ પણ વાંચોઃ શું છે ‘સેક્સ મંત્રાલય’ નો વિવાદ? જાણો આ વિશે આર્મેનિયાની સંસદમાં કેમ થઈ મારામારી











