ટ્રેન્ડિંગવર્લ્ડ

શું છે ‘સેક્સ મંત્રાલય’ નો વિવાદ? જાણો આ વિશે આર્મેનિયાની સંસદમાં કેમ થઈ મારામારી

Armenia Parliament Fight : આર્મેનિયાની સંસદમાં વધુ એકવાર ભારે હોબાળો જોવા મળ્યો છે અને એક મહિનામાં આ ત્રીજી વાર છે જ્યારે સંસદમાં વિવાદ થયો હોય. આમ તો ભ્રષ્ટાચાર અને સરકારી ભંડોળના કથિત દુરુપયોગના આરોપોને લઈને અહીં પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ વખતે હંગામાનું કારણ ‘સેક્સ મંત્રાલય’ને લઈને કરવામાં આવેલી એક જૂની ટિપ્પણી બની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કેટલાક મહિનાઓ પહેલાં વિપક્ષી પાર્ટી સાથે જોડાયેલી એક વ્યક્તિએ સેક્સ મંત્રાલયને લઈને નિવેદન આપ્યું હતું, જેને લઈને સંસદમાં વિવાદ એટલો વધી ગયો કે વાત લાત-મુક્કા સુધી પહોંચી ગઈ હતી.

શું છે ‘સેક્સ મંત્રાલય’નો આખો વિવાદ?

‘સેક્સ મંત્રાલય’નો આ વિવાદ કોઈ સત્તાવાર સરકારી પ્રસ્તાવ કે સંસદમાં રજૂ કરાયેલા બિલ સાથે જોડાયેલો નથી. આ વિવાદનું કનેક્શન આ વર્ષે 1 જાન્યુઆરીમાં રિલીઝ થયેલા એક પોડકાસ્ટ સાથે છે. તે સમયે આર્મેનિયામાં વિપક્ષી પાર્ટી ‘સ્ટ્રોંગ આર્મેનિયા’ સાથે જોડાયેલા સરગિસ કરાપેત્યાને એક પોડકાસ્ટમાં દેશની વસતી સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ જ્ઞાનેશ કુમાર પદ પરથી હટશે, મોદી-શાહ સામે પણ કાર્યવાહી થશે, રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

પોડકાસ્ટ દરમિયાન એક અન્ય સહભાગીએ ‘મિનિસ્ટ્રી ઓફ સેક્સ’નું કાલ્પનિક નામ સૂચવ્યું હતું. તેના પર પ્રતિક્રિયા આપતાં સરગિસ કરાપેત્યાને કહ્યું હતું કે, સેક્સ વિના દેશની વસતી વધારવાની સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં. આ જ વાતચીત દરમિયાન મહિલાઓની રાજકીય સક્રિયતાને લઈને કેટલીક આપત્તિજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓને મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવીને ભારે ટીકા કરવામાં આવી હતી.

ત્યારબાદ વિવાદ વધતાં સરગિસ કરાપેત્યાને સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને સંદર્ભ બહાર રજૂ કરવામાં આવ્યું છે.

મહિનાઓ પછી સંસદમાં કેમ થયો હંગામો?

આ મુદ્દો અચાનક 29 ઓક્ટોબરે સંસદમાં ચર્ચા દરમિયાન ફરી ગરમાયો હતો. સત્તાધારી ‘સિબિલ કોન્ટ્રેક્ટ પાર્ટી’ના સાંસદ તારોન ચાખોયાને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્ટ્રોંગ આર્મેનિયાના સંસદીય દળના નેતા નારેક કરાપેત્યાનને મહિલાઓની માફી માંગવા કહ્યું હતું. (નારેક, સરગિસના પિતરાઈ ભાઈ છે).

નારેકે આ વાતનો તિરસ્કારપૂર્ણ જવાબ આપ્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં આ બોલાચાલી હિંસક બની ગઈ અને સાંસદો વચ્ચે ભારે હાથાપાઈ અને લાત-મુક્કા શરૂ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાનું રાજ ખતમ! 10 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં નંબર-1

Back to top button