Hardik Pandya No Post For Krunal Pandya: રવિવારે (31 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની IPL 2026 ની રોમાંચક ફાઇનલ મેચમાં આરસીબીએ 5 વિકેટે ભવ્ય જીત મેળવી છે. રજત પાટીદારની શાનદાર કેપ્ટનશીપ હેઠળ આરસીબીએ આઈપીએલ ઇતિહાસમાં સતત બીજી વખત ટાઇટલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે, પરંતુ આ દરમિયાન એક અલગ ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
કૃણાલની જીત પર હાર્દિક પંડ્યાનું મૌન: સંબંધોમાં ખટાશની આશંકા?
આરસીબીની આ સતત બીજી આઈપીએલ ટ્રોફી જીતમાં સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેચ પૂરી થયા બાદ કૃણાલના ઉજવણી કરતા ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. જોકે, આ જીત બાદ કૃણાલ પંડ્યાના ભાઈ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ભાઈ માટે એક પણ પોસ્ટ શેર કરી નથી. હાર્દિકના આ રહસ્યમય મૌનથી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે અને ચાહકો પૂછી રહ્યા છે કે શું બંને ભાઈઓ વચ્ચે બધું બરાબર છે કે નહીં?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગયા વર્ષની ભાવુક પોસ્ટ અને આ વખતની ઉદાસીનતા
ચાહકો આ અટકળો એટલા માટે લગાવી રહ્યા છે કારણ કે ગયા વર્ષે જ્યારે RCBએ પહેલી વાર IPLનો ખિતાબ જીત્યો હતો, ત્યારે હાર્દિક પંડ્યાએ ભાઈ કૃણાલ માટે એક અત્યંત ભાવુક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી. તે સમયે હાર્દિકે લખ્યું હતું કે, ‘મારી આંખોમાં હમણાં આંસુ છે, મને તારા પર ગર્વ છે ભાઈ’. આ જ કારણ છે કે આ વખતે હાર્દિક તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતા ફેન્સ આશ્ચર્યચકિત છે.
અફવાઓ પર સત્તાવાર મહોર બાકી
જોકે, આ સમગ્ર વિવાદ અને ચર્ચાઓ અંગે પંડ્યા બ્રધર્સ અથવા તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. નોંધનીય છે કે ભૂતકાળમાં પણ બંને ભાઈઓ વચ્ચેના સંબંધો બગડ્યા હોવાની અફવાઓ ઉડી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. તેથી, માત્ર સોશિયલ મીડિયા પોસ્ટના અભાવે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવવું વહેલું ગણાશે અને જ્યાં સુધી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આ માત્ર અટકળો જ રહેશે.
આ પણ વાંચો: IPL : એક જ ટૂર્નામેન્ટમાં પાંચ એવોર્ડ, વૈભવ સૂર્યવંશીની કમાણી પણ ચોંકાવનારી












