ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ખુલ્લા ગટરમાં પડ્યો ચાર વર્ષનો માસૂમ! NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન હજુ જારી

Child Sewer Rescue  : દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દાસ ગાર્ડન કોલોની (Das Garden Colony)માં 4 વર્ષનો માસૂમ બાળક ખુલ્લા ગટરમાં પડી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ, NDRF અને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) હાથ ધરવામાં આવ્યું છે.

રમવા ગયો હતો માસૂમ, ખુલ્લા મેનહોલમાં પડ્યો

મળતી માહિતી અનુસાર, ચાર વર્ષનો ઇમરાન પાર્કમાં રમવા ગયો હતો. આ દરમિયાન તે શૌચ માટે ગટર પાસે ગયો હતો અને ખુલ્લા મેનહોલમાં પડી ગયો હતો. જોકે, ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ બાળક તેની માતા સાથે રમતો હતો અને અચાનક ખુલ્લા મેનહોલમાં લપસી પડ્યો હતો.

દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે 9:45 વાગ્યે ઘટનાની જાણ કરતો ફોન આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. બાળક હજુ સુધી મળી આવ્યું નથી અને તેને શોધવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

પિતાએ કહ્યું- મારો દીકરો ગટરમાં પડી ગયો

બાળકના પિતા ખુર્શીદ આલમના જણાવ્યા મુજબ, તેમનો પુત્ર ઇમરાન પાર્કમાં રમવા આવ્યો હતો. આ દરમિયાન તે શૌચ માટે ગટર પાસે ગયો હતો, જ્યાં ગટર ખુલ્લી હોવાથી તે અંદર પડી ગયો હતો. બાળકના ગુમ થવાથી પરિવારજનો ભારે આઘાતમાં છે અને રેસ્ક્યૂ ટીમની કામગીરી પર નજર રાખી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

NDRF સહિતની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન સક્રિય થયું હતું. SDM રજત મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, માહિતી મળતાં જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. NDRF અને અન્ય વિભાગોની ટીમો બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

સક્શન પંપ અને સ્કેનિંગ ટૂલ્સથી શોધખોળ

બાળકને શોધવા માટે સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમ ગટર લાઇનમાં ઉતરી છે. ટીમ દ્વારા સક્શન પંપ (Suction Pump) અને સ્કેનિંગ ટૂલ્સ (Scanning Tools)ની મદદથી શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે અને બાળકની સ્થિતિ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો : સાળંગપુરમાં 8 કિલો સોનાના વાઘામાં બિરાજ્યા કષ્ટભંજનદેવ! દિવ્ય દર્શન માટે ભક્તોની ભારે ભીડ!

Back to top button