ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

BCCI એ રોહિત શર્માના ભવિષ્ય પર આપી મોટી અપડેટ, ‘ડિરેક્ટર ઑફ ક્રિકેટ’ની અટકળો પર લગાવી બ્રેક

Rohit Sharma: મુંબઈમાં ગુરુવારે યોજાયેલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મહત્વની સમીક્ષા બેઠક બાદ ભારતીય ક્રિકેટમાં સંભવિત ફેરબદલને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વીવીએસ લક્ષ્મણને ‘ડાયરેક્ટર ઓફ ક્રિકેટ’ બનાવવામાં આવે તેવી અટકળો પર BCCI સચિવ દેવજીત સૈકિયાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બોર્ડ આ પદ પર ભવિષ્યમાં પણ કોઈ નિમણૂક કરવા જઈ રહ્યું નથી. તો બીજી તરફ, રોહિત શર્માના શાનદાર પ્રદર્શનનો હવાલો આપતા સૈકિયાએ તેના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળોને વધુ મહત્વ ન આપવાની વાત કહી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સૈકિયાએ જણાવ્યું હતું કે રોહિત શર્મા ખૂબ જ શાનદાર ક્રિકેટ રમી રહ્યો છે અને આ સંજોગોમાં તેના ભવિષ્યને લઈને કોઈ પણ પ્રકારની અટકળોને હવામાં ઉડાડવાની જરૂર નથી. તેમના આ નિવેદનને 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે રોહિતના ભવિષ્ય અંગે BCCI ના વર્તમાન વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

વાસ્તવમાં, ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ટીમના પ્રદર્શન અને અલગ-અલગ ફોર્મેટમાં તાલમેલ સુધારવા માટે BCCI ‘ડાયરેક્ટર ઓફ ક્રિકેટ’ જેવી નવી ભૂમિકા બનાવી શકે છે. જોકે, સમીક્ષા બેઠક બાદ સૈકિયાએ આવી કોઈ પણ નિમણૂકની શક્યતાનો હાલ પૂરતો ઇનકાર કરી દીધો છે. એટલે કે ટીમ ઈન્ડિયામાં કોચ, કેપ્ટન અને સિલેક્ટર્સના વર્તમાન માળખામાં તુરંત કોઈ મોટો ફેરફાર કરવાની તૈયારી નથી.

રોહિત શર્માના ભવિષ્ય અંગેની અટકળો ફગાવાઈ

બેઠક પહેલાં રોહિત શર્માના વનડે ભવિષ્યને લઈને પણ સતત સવાલો ઊભા થઈ રહ્યા હતા. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રોહિતની ભૂમિકા અંગે ચર્ચા થવાની ધારણા હતી. જોકે, સૈકિયાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બોર્ડ હાલમાં તેના પ્રદર્શન અને ઉપલબ્ધતા અંગે સકારાત્મક છે.

આ પણ વાંચોઃ કૃષ્ણ જન્માષ્ટમી પર 2 રાશિઓને મળશે મોટી સફળતા, જાણો રાશિ ભવિષ્ય

સૈકિયાએ ઉમેર્યું કે રોહિત ખૂબ જ શાનદાર રમી રહ્યો છે અને તેના ભવિષ્ય અંગે અટકળો લગાવવાની જરૂર નથી. BCCI સચિવનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે રોહિત ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ બંનેમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તેનો આંતરરાષ્ટ્રીય ફોકસ વનડે ક્રિકેટ પર છે. આવી સ્થિતિમાં 2027 વનડે વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયામાં રોહિતની ભૂમિકાને લઈને આ નિવેદન ઘણું માયને રાખે છે.

ગંભીર-ગિલ-અય્યર સહિતના મોટા ચહેરાઓ રહ્યા હાજર

મુંબઈમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં BCCI પ્રમુખ મિથુન મન્હાસ, સચિવ દેવજીત સૈકિયા, ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ અય્યર હાજર રહ્યા હતા. ભારતીય ક્રિકેટ માટે આ મહત્વના સમયે યોજાયેલી બેઠકમાં ટીમના પ્રદર્શનની સાથે સાથે આવનારા વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર અને 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીઓ પર પણ મંથન કરવામાં આવ્યું હતું. ટીમે આ વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડના ઓલ-ફોર્મેટ પ્રવાસ પર જવાનું છે, જ્યારે આગામી વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે.

બુમરાહ-હાર્દિકની ફિટનેસ પણ મહત્વનો મુદ્દો

બેઠકમાં મુખ્ય ખેલાડીઓની ફિટનેસ પણ ચર્ચાનો મહત્વનો વિષય રહી હતી. ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની વાપસીની ટાઈમલાઈનને લઈને પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે સ્પષ્ટતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સિવાય પસંદગીકારો, કોચિંગ સ્ટાફ અને સેન્ટર ઓફ એક્સેલન્સ વચ્ચે વધુ સારા સમન્વય અંગે પણ ચર્ચા થઈ હતી. એકંદરે બેઠકનો ફોકસ માત્ર ઈંગ્લેન્ડ પ્રવાસના પ્રદર્શનની સમીક્ષા સુધી મર્યાદિત ન રહ્યો, પરંતુ 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટની લાંબા ગાળાની યોજના પર રહ્યો હતો.

હાલમાં સૌથી મોટો સંદેશ એ જ છે – BCCI ટીમ ઈન્ડિયામાં ‘ડાયરેક્ટર ઓફ ક્રિકેટ’ જેવી નવી ભૂમિકા લાવવાના મૂડમાં નથી અને રોહિત શર્માને લઈને પણ બોર્ડે અટકળોના સ્થાને તેના વર્તમાન શાનદાર પ્રદર્શન પર ભરોસો વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ EPFO ની નવી સ્કીમઃ ફક્ત 6 મહિના માટે થઈ શરૂ, જાણો કોને મળશે લાભ

Back to top button