ટ્રેન્ડિંગયુટિલીટી

EPFO ની નવી સ્કીમઃ ફક્ત 6 મહિના માટે થઈ શરૂ, જાણો કોને મળશે લાભ

EPFO Scheme: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક નવી યોજના શરૂ કરી છે, જે ખાસ કરીને કેટલાક પ્રોવિડન્ટ ફંડ (PF) ટ્રસ્ટો માટે માફી યોજના છે, જે માત્ર છ મહિના માટે લાવવામાં આવી છે. આ માફી યોજના-2026 (EPFO Amnesty Scheme) EPFO દ્વારા એવા PF ટ્રસ્ટો માટે શરૂ કરવામાં આવી છે, જેમને આવકવેરા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત છે, પરંતુ તેમની પાસે EPF કાયદા હેઠળ ઔપચારિક છૂટ (એક્ઝેમ્પશન) નો ઓર્ડર નથી. આવા PF ટ્રસ્ટોનું સંચાલન કરતી સંસ્થાઓ કે કંપનીઓને પોતાની સ્થિતિ નિયમિત (રેગ્યુલરાઈઝ) કરવાની આ એક વખતની (વન-ટાઈમ) તક આપવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કોને મળશે લાભ?

આ પગલું કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના 2026 નો ભાગ છે, જે 29 જૂન, 2026 ના રોજ નોટિફાય કરવામાં આવી હતી. આ એકમતમાં સુવિધા એવા PF ટ્રસ્ટો માટે છે જે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત છે, પરંતુ જેમની પાસે કર્મચારી ભવિષ્ય નિધિ અને પ્રકીર્ણ જોગવાઈ (EPF-MP) અધિનિયમ, 1952 ની કલમ-17 અથવા સામાજિક સુરક્ષા સંહિતા (COSS), 2020 ની કલમ 143 હેઠળ ઔપચારિક છૂટનો ઓર્ડર નથી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તરફથી જણાવવામાં આવ્યું છે કે આ માફી એક વચગાળાનો ઉપાય છે અને 6 મહિના સુધી ઉપલબ્ધ રહેશે. PF ટ્રસ્ટો પાસે અરજી કરવા માટે 28 ડિસેમ્બર 2026 સુધીનો સમય છે.

બે કેટેગરી નક્કી કરવામાં આવી

EPFO 6 મંથ એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર સંસ્થાઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જેમાં પહેલી કેટેગરીમાં એવી સંસ્થાઓ આવે છે, જે પહેલાથી જ ટ્રસ્ટ રેગ્યુલરાઈઝેશનની માંગ કરી રહી છે અને જેમણે બિન-છૂટપ્રાપ્ત (નૉન-એક્ઝેમ્પ્ટેડ) સંસ્થા તરીકે પાલન કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે બીજી કેટેગરીમાં સોશિયલ સિક્યુરિટી કોડ, 2020 હેઠળ છૂટપ્રાપ્ત સંસ્થા તરીકે કામગીરી ચાલુ રાખનારી સંસ્થાઓ આવે છે.

આ પણ વાંચોઃ શું છે ડૂમસ્ક્રોલિંગ?  નિષ્ણાંતો પાસેથી જાણો તે કેવી રીતે બની રહ્યું છે ચિંતાનું કારણ?

નવી યોજનાની શું-શું અસર થશે?

EPFO ની આ યોજના ટ્રસ્ટની સ્થાપનાથી લઈને એક નિર્ધારિત સમયસીમા સુધી છૂટની સ્થિતિ અને ટ્રસ્ટની માન્યતા આપીને રેગ્યુલરાઈઝેશનની સુવિધા આપે છે. આ સાથે તે સોશિયલ સિક્યુરિટી કોડ-2020 હેઠળની કેટલીક જરૂરિયાતોમાંથી પણ માફી આપે છે, જેમાં લઘુત્તમ કર્મચારીઓની સંખ્યા, ફંડના કદને લઈને નક્કી કરેલા નિયમો અને 3 વર્ષ અગાઉના પાલનની જરૂરિયાત સામેલ છે.

આ ઉપરાંત, બાકી નીકળતી રકમ, દંડ અને વ્યાજ સંબંધિત પડતર આકારણીઓ (પેન્ડિંગ એસેસમેન્ટ) પાછી ખેંચી લેવામાં આવશે અને માફ કરવામાં આવશે. શરત માત્ર એ છે કે સભ્યોના ખાતામાં વૈધાનિક દરો બરાબર અથવા તેનાથી વધુ યોગદાન અને વ્યાજ જમા થયું હોવું જોઈએ.

અરજી કેવી રીતે કરવાની રહેશે?

યોજના હેઠળ પાત્ર સંસ્થાઓએ સંબંધિત EPFO પ્રાદેશિક કચેરી મારફતે કેન્દ્ર સરકારને ઈમેલ દ્વારા ઔપચારિક અરજી કરવાની રહેશે. તેઓ પોતાની અરજી ([email protected]) પર મોકલી શકે છે. મંત્રાલયે જણાવ્યું કે અરજદારોએ તેમના નાણાકીય ખાતાઓનું ઓડિટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસે કરાવવું પડશે, જ્યારે EPFO અધિકારીઓ દ્વારા સૂચવેલ કોઈપણ સ્પેશિયલ કે કમ્પ્લાયન્સ ઓડિટ અરજી સબમિટ કર્યાના 3 મહિનાની અંદર પૂર્ણ કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ 4G ટેક્નોલોજીએ ધ્યાન ખેંચ્યું : બદલશે વસ્તુના રંગ, રૂપ અને આકાર

Back to top button