ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

99,900 નો iPhone 17 મળશે 59,034માં! બસ કરો આટલું કામ અને મેળવો ફાયદો

Apple iPhone:  જો તમે Apple iPhone 17 ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ફ્લિપકાર્ટ પર મળી રહેલી એક ખાસ ડીલથી આ ફોનની કિંમત ₹60,000 થી નીચે આવી શકે છે. જોકે, આ માટે માત્ર બેંક ડિસ્કાઉન્ટ પૂરતું નથી. તમારે તમારો જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરવો પડશે અને બેંક ઓફરનો લાભ પણ લેવો પડશે. આ ડીલ ખાસ કરીને iPhone 17 ના 256GB વેરિઅન્ટ પર મળી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ફ્લિપકાર્ટ પર કિંમત અને બેંક ઓફર્સ

ફ્લિપકાર્ટ પર iPhone 17 ના વ્હાઇટ કલર વાળા 256GB વેરિઅન્ટની કિંમત આશરે ₹97,300 લિસ્ટ કરવામાં આવી છે. આ કિંમત Apple ની સત્તાવાર કિંમત ₹99,900 કરતાં થોડી ઓછી છે.

  • બેંક ડિસ્કાઉન્ટ: ICICI Bank અથવા HDFC Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ₹7,016 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

  • કેશબેક ઓફર: SBI અને સ્માર્ટફોન ફ્લિપકાર્ટ Axis Bank કાર્ડથી કેશબેક સહિત આશરે ₹7,000 સુધીની છૂટ મળી શકે છે.

આ પણ વાંચોઃ હવે AI જ રાખશે તમારા બેંક એકાઉન્ટનો હિસાબ! Anthropicના Claudeમાં આવ્યું Personal Finance ફીચર

એક્સચેન્જ ઓફરથી કિંમતમાં મોટો ઘટાડો

ફોનની કિંમત સૌથી વધારે ઘટાડવામાં એક્સચેન્જ ઓફર મદદ કરે છે. ફ્લિપકાર્ટ પર જૂના iPhone 15 ને એક્સચેન્જ કરવા પર તેની કન્ડિશન અને પાત્રતાના આધારે ₹31,250 સુધીનું વેલ્યુએશન મળી શકે છે.

જો તમને પૂરું ₹31,250 નું એક્સચેન્જ વેલ્યુ અને ₹7,016 નું બેંક ડિસ્કાઉન્ટ મળે છે, તો iPhone 17 ની કિંમત ઘટીને માત્ર ₹59,034 રહી જશે. એટલે કે આ સ્માર્ટફોન ₹60,000 કરતાં ઓછામાં ખરીદી શકાય છે.

(નોંધ: આ કિંમત દરેક ગ્રાહક માટે અલગ હોઈ શકે છે. આ માટે યોગ્ય બેંક કાર્ડ અને જૂના ફોનની કન્ડિશન સારી હોવી જરૂરી છે)

EMI ઓપ્શન

જે ગ્રાહકો EMI પર ફોન ખરીદવા માંગે છે, તેમના માટે ફ્લિપકાર્ટ પર 3 મહિનાના EMI નો વિકલ્પ પણ છે. જેનો હપ્તો ₹20,852 પ્રતિ મહિનો રહેશે અને કુલ ચૂકવણી ₹62,556 થશે.

iPhone 17 ના સ્પેસિફિકેશન્સ (Specifications)

  • ડિસ્પ્લે: iPhone 17 માં 6.3 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તે 120Hz ProMotion રિફ્રેશ રેટ, Always-On મોડ અને 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.

  • પ્રોસેસર: ફોનમાં 3nm ટેકનોલોજી પર બનેલી Apple A19 ચિપ મળે છે, જે Apple Intelligence ફીચર્સને સપોર્ટ કરે છે.

  • કેમેરા સેગમેન્ટ:

    • રિયર કેમેરા: 48MP વાઇડ + 48MP અલ્ટ્રાવાઇડ કેમેરા.

    • ફ્રન્ટ કેમેરા: 18MP Centre Stage કેમેરા (ઓટોમેટિક ફ્રેમિંગ અને Dual Capture ફીચર્સ સાથે).

  • બિલ્ડ અને બેટરી: એલ્યુમિનિયમ બોડી સાથે Ceramic Shield 2 પ્રોટેક્શન અને IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. Apple ના જણાવ્યા મુજબ, તેમાં 30 કલાક સુધીનો વીડિયો પ્લેબેક ટાઇમ મળે છે.

  • કલર અને સ્ટોરેજ: આ સ્માર્ટફોન Black, White, Mist Blue, Sage અને Lavender એમ 5 કલર ઓપ્શનમાં આવે છે. તેમાં 256GB અને 512GB ના સ્ટોરેજ વિકલ્પો ઉપલબ્ધ છે.

Back to top button