ધમકીઓ વચ્ચે પણ ચાહકોને મળ્યા અમિતાભ, આ વખતે સુરક્ષાનો અંદાજ બદલાયો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2
દિવાળીના ખાસ અવસરે જલસાની બહાર ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે, આ વખતે અમિતાભ બચ્ચનનો અંદાજ કંઈક અલગ હતો. તેઓ આ વખતે બુલેટપ્રૂફ કાચ વિના જ ચાહકોને મળવા આવ્યા હતા. એટલું જ નહીં, હાથમાં માઇક લઈને તેમણે ચાહકો સાથે વાતચીત પણ કરી હતી. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બુલેટપ્રૂફ કાચ વિના ચાહકોને મળ્યા બિગ બી
ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં સતત મળી રહેલી ધમકીઓ અને અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલી ફાયરિંગની ઘટના બાદ અમિતાભ બચ્ચનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ જ કારણસર ગયા રવિવારે બિગ બી બુલેટપ્રૂફ કાચની પાછળ રહીને ચાહકોને મળ્યા હતા. જોકે, આ વખતે તેમણે બુલેટપ્રૂફ કાચ વિના જ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. હાથમાં માઇક લઈને તેમણે પોતાના ચાહકો સાથે સંવાદ કર્યો હતો. તેમનો આ ખાસ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
પિતાની પાછળ ઊભા જોવા મળ્યા અભિષેક બચ્ચન
આ ખાસ પ્રસંગે અમિતાભ બચ્ચન સાથે તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન પણ હાજર રહ્યા હતા. અમિતાભ જ્યારે ચાહકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અભિષેક તેમની પાછળ ઊભેલા જોવા મળ્યા હતા. આ મુલાકાતના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યાં છે. દિવાળીના દિવસે અમિતાભનો ચાહકો પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી અમિતાભની તબિયત નરમ
છેલ્લા કેટલાક સમયથી અમિતાભ બચ્ચનની તબિયત સારી ન હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કારણે ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગને પણ થોડા દિવસો માટે રોકવામાં આવ્યું હતું. અમિતાભ પોતાના બ્લોગ દ્વારા ચાહકોને સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા રહે છે. દિવાળીના અવસરે પણ તેમણે બ્લોગમાં જણાવ્યું હતું કે તેમના હાથમાં તકલીફ હોવાથી તેઓ ચાહકોના દરેક મેસેજનો જવાબ આપી શકતા નથી અને વધુ લખી પણ શકતા નથી. તેમણે આ મુશ્કેલીને કારણે ચાહકોને જવાબ ન આપી શકવા બદલ માફી પણ માંગી હતી.












