ટ્રેન્ડિંગવર્લ્ડ

ચીનની જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ, 28 લોકોના કરુણ મોત

China : ચીનના જિનજિયાંગ (Jinjiang) શહેરમાં ગુરુવારે (૯ જુલાઈ 2026) એક જૂતા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 28 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરીનું માર્ગદર્શન કરવા માટે ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે પૂર્વ ચીનના ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં એક સંયુક્ત ટાસ્ક ફોર્સ (કાર્ય દળ) રવાના કરી દીધી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ આગ બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી.

ચીનની સરકારી સમાચાર એજન્સી ‘શિનહુઆ’ (Xinhua) ના અહેવાલ મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઉચ્ચ અધિકારીઓને સર્ચ અને રેસ્ક્યૂ (તલાશ અને બચાવ) અભિયાનમાં તમામ સંભવિત પ્રયાસો કરવા, આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવા અને આ ઘટના માટે જવાબદારી નક્કી કરવાના કડક નિર્દેશ આપ્યા છે.

જિનપિંગે દોષિતોને કડક સજા કરવાની વાત કહી

શી જિનપિંગે જણાવ્યું કે, “દુર્ઘટનાના કારણોની વહેલામાં વહેલી તકે ઓળખ થવી જોઈએ અને આ માટે જવાબદાર લોકોને સખત સજા મળવી જોઈએ.” ફેક્ટરીની ઇમારતના નીચેના માળ પર આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે જ સમયે, લોકો બારીઓ પાસે અને ઇમારતની છત પર પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડતા જોઈ શકાતા હતા. ઇમરજન્સી મંત્રાલયે જણાવ્યું કે આગ ઓલવવા, ફસાયેલા લોકોને શોધવા અને ઘાયલોની સારવાર માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચીનનું વિશેષ અભિયાન પણ ન આવ્યું કામ

શિનહુઆના અહેવાલ મુજબ, દુર્ઘટના સમયે કેટલાક લોકો અંદર ફસાયેલા હતા અને તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. હોંગકોંગમાં કેટલાક ટાવર બ્લોક્સ (ઊંચી ઇમારતો) માં ભીષણ આગ લાગવાના કારણે 168 લોકોના મોત થયા બાદ, ચીને નવેમ્બર 2025માં ઊંચી ઇમારતોમાં આગના જોખમો સામે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના એક મહિના બાદ જ એટલે કે ડિસેમ્બર ૨૦૨૫માં દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ પ્રાંતની એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી 12 લોકોના મોત થયા હતા અને હવે ફરી એકવાર આ જૂતાની ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે.

આ પણ વાંચો :100 મેચનો માઈલસ્ટોન પાર કરી અક્ષર પટેલે રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો :ચોમાસામાં બાલકનીમાંથી ઘરમાં ઘૂસી જાય છે વરસાદનું પાણી? આ સરળ ઉપાયોથી ઘરને રાખો સુરક્ષિત

Back to top button