ટ્રેન્ડિંગમનોરંજન

આદિપુરૂષ બતાવી તો સૈફે માંગવી પડી દીકરા તૈમુરની માફી, જાણો કારણ

  • સૈફ અલી ખાને આદિપુરુષમાં લંકેશની ભૂમિકા ભજવી હતી. હવે તેણે જણાવ્યું છે કે તાજેતરમાં જ તેણે આ ફિલ્મ પુત્ર તૈમૂરને બતાવી હતી અને પછી…

HD ન્યુઝ ડેસ્કઃ ફિલ્મ આદિપુરુષને જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મને લોકોએ ખરાબ રીતે નકારી કાઢી હતી અને તે ફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાને લંકેશની ભૂમિકા ભજવી હતી. હવે તેણે જણાવ્યું છે કે તાજેતરમાં જ તેણે આ ફિલ્મ પુત્ર તૈમૂરને બતાવી હતી. થોડીવાર ફિલ્મ જોયા પછી, તૈમૂરે એવો લુક આપ્યો કે સૈફ અલી ખાને પોતાના દીકરાની માફી માંગવી પડી.

તૈમૂર આદિપુરુષને સહન ન કરી શક્યો

નેટફ્લિક્સ ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા સૈફે કહ્યું, મેં તાજેતરમાં તૈમુરને આદિપુરુષ બતાવી હતી. થોડા સમય પછી તે ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યો. મેં કહ્યું, સોરી તો બોલ્યો. તો તેણે કહ્યું, ‘ઈટ્સ ઓકે.’ તેણે મને માફ કરી દીધો એ મોટી વાત હતી.

આદિપુરૂષ બતાવી તો સૈફે માંગવી પડી દીકરા તૈમુરની માફી, જાણો કારણ Hum dekhenge news

જયદીપ અહલાવતે તૈમૂરની પ્રશંસા કરી

સૈફ સાથે બેઠેલા જયદીપ અહલાવતે તૈમૂર સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. કરીના અને જયદીપ અહલાવતે જાને જાંમાં સાથે કામ કર્યું છે. તૈમૂર શૂટ પર આવ્યો હતો. જયદીપે જણાવ્યું કે તૈમુરે તેનું ખૂબ જ નમ્રતાથી સ્વાગત કર્યું હતું. આ પછી જ્યારે તૈમૂરને કહેવામાં આવ્યું કે જયદીપ ફિલ્મનો મેઈન વ્યક્તિ છે, તો તેણે જયદીપને પૂછ્યું, ‘શું તમે પણ પ્રોડ્યુસર છો?’ જયદીપ ખૂબ પ્રભાવિત થયો અને તેને લાગ્યું કે તૈમૂર આટલી નાની ઉંમરે પણ આ બધું જાણતો હતો. આ સાંભળીને સૈફ પણ ખુશ થઈ ગયો. જયદીપના નિવેદન પર સૈફે કહ્યું, ખરેખર?’ આ એક સારો પ્રશ્ન હતો.

ફિલ્મ ફ્લોપ રહી હતી

સૈફ અલી ખાને ફિલ્મ આદિપુરુષમાં લંકેશની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની ખૂબ જ ચર્ચાઓ થઈ હતી. રામાયણ પર આધારિત આ ફિલ્મ જોવા માટે પહેલા દિવસે સિનેમાઘરોમાં ભારે ભીડ જોવા મળી હતી. જોકે ફિલ્મના કેટલાક ડાયલોગ્સ ભારે ટ્રોલ થયા હતા. સપ્તાહના અંતે સારી કમાણી કરવા છતાં ફિલ્મ ફ્લોપ ગઈ હતી.

આ પણ વાંચોઃ લાઈવ કોન્સર્ટમાં સોનુ નિગમ થયા ગુસ્સે, ચાહકને કહ્યું આ છે પહેલગામ હુમલાનું કારણ

Back to top button