ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ઋષભ પંતે છોડી LSGની કેપ્ટનશીપ. ફ્રેન્ચાઈઝીએ તાત્કાલિત આપ્યું રિએક્શન

IPL 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ફ્રેન્ચાઇઝી લીગ સ્ટેજમાં 14 મેચ રમી હતી, જેમાં ફક્ત ચારમાં જ જીત મેળવી હતી. 8 પોઈન્ટ અને -0.740 ના રન રેટ સાથે, ફ્રેન્ચાઇઝી પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. આ પછી, કેપ્ટન ઋષભ પંતે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેણે ફ્રેન્ચાઇઝીને કેપ્ટનશીપ છોડી દેવા વિનંતી કરી છે. LSG એ પંતની વિનંતી સ્વીકારી લીધી છે, ફ્રેન્ચાઇઝીએ X પર આ જાહેરાત કરી છે.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ઔપચારિક રીતે જાહેરાત કરી

 

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ઔપચારિક રીતે જાહેરાત કરી છે કે, ઋષભ પંતે કેપ્ટનશીપ છોડી દેવાની વિનંતી કરી છે. ફ્રેન્ચાઇઝી તાત્કાલિક અસરથી તેમની વિનંતી સ્વીકારી લીધી છે. LSG મેનેજમેન્ટ પણ કેપ્ટન તરીકે ઋષભ પંતના યોગદાનની પ્રશંસા કરે છે અને ટીમ પ્રત્યેના તેમના નેતૃત્વ અને સમર્પણ બદલ આભાર વ્યક્ત કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

LSG ના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ જણાવ્યું હતું કે, “ઋષભે આ બાબતે ફ્રેન્ચાઇઝનો સંપર્ક કર્યો હતો અને અમે તેમની વિનંતીને આદરપૂર્વક સ્વીકારી છે. આવા નિર્ણયો લેવા ક્યારેય સરળ નથી હોતા. કેપ્ટન તરીકે ઋષભે આ ડ્રેસિંગ રૂમમાં જે કંઈ યોગદાન આપ્યું છે તેના માટે અમે આભારી છીએ. અમારું ધ્યાન હવે શ્રેષ્ઠ ધોરણો સુધી પહોંચવા માટે ટીમને સામૂહિક રીતે પુનર્નિર્માણ અને પુનર્ગઠન પર છે.”

આ પણ વાંચો :  આણંદ હાઈવે દુર્ઘટના: બોટાદના DySPની બેફામ કારે લોકોને અડફેટે લીધા, બેના મોત

Back to top button