ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો

Text To Speech
  • ઝેરડા ગામના વધુ એક આધેડ કોરોનાની ઝપટમાં

પાલનપુર : ડીસામાં પાંચ દિવસમાં વધુ એક કોરોનાના કેસ નોંધાયો છે. ડીસા તાલુકાના ઝેરડા અને માલગઢ ગામના બે યુવાનો બાદ ઝેરડા ગામના જ વધુ એક આધેડ કોરોનાની ઝપેટમાં આવી જતા હોમઆઇસોલેશન કરાવવામાં આવ્યા છે . બનાસકાંઠા જિલ્લામાં કોરોના ના કેસ વધતાં આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર ટી પી સી આર અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારે દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે ડીસામાં પાંચ દિવસમાં કોરોનાના કુલ 5 કેસ નોંધાયા છે. અગાઉ ડીસા તાલુકાના માલગઢ અને ઝેરડા ગામના બે યુવાનો ને કોરોના પોઝિટિવ જણાતા બંનેને હોમાઆઇસોલેશન કરાયા હતા. જ્યારે શુક્રવારે ઝેરડા 46 વર્ષના એક આધેડ કોરોનાની ઝપટમાં આવ્યા છે. જેમને હોમ આઈસોલેસન કરવામાં આવ્યા છે.જ્યારે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના પણ સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર : ગાદલવાડામાં એટીવિટીની ગ્રાન્ટનો દુરુપયોગ કરાયો હોવાના આક્ષેપ

Back to top button