Nvidia ના નવા CEO નો પગાર કેટલો છે? જાણો Jensen Huang ને કેટલા મળતા

Nvidia New CEO Salary: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ચિપ બનાવતી અગ્રણી વૈશ્વિક કંપની Nvidia માં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. લગભગ 33 વર્ષ સુધી કંપનીનું સફળ નેતૃત્વ કર્યા બાદ જેનસન હુઆંગે (Jensen Huang) CEO પદેથી રાજીનામું આપી દીધું છે. હવે કંપનીની કમાન વર્તમાન CFO કોલેટ ક્રેસ (Colette Kress) ને સોંપવામાં આવી છે અને તેમને વચગાળાના (Interim) CEO ની જવાબદારી સોંપવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કંપની હવે નવા CEO ની શોધમાં લાગી ગઈ છે. આ ફેરફાર બાદ સવાલ એ થાય છે કે નવા વચગાળાના CEO ની સેલરી કેટલી છે અને CFO તરીકે તે કેટલા કમાતા હતા? સાથે જ પૂર્વ CEO જેનસન હુઆંગને કેટલું પેકેજ મળતું હતું?
CFO કોલેટ ક્રેસનો પગાર અને પેકેજ
કોલેટ ક્રેસની સેલરી અંગે Nvidia ના 2026 ના પ્રોક્સી રિપોર્ટમાં મહત્વની માહિતી સામે આવી છે. વર્ષ 2026 માં કોલેટ ક્રેસનું કુલ પેકેજ (Total Package) 14.34 મિલિયન યુએસ ડોલર (અંદાજે 129 કરોડ રૂપિયા) છે. આ તેમની માત્ર વાર્ષિક સેલરી નથી, પરંતુ તેમાં સેલરી, સ્ટોક અવોર્ડ, કેશ ઇન્સેન્ટિવ અને અન્ય ભથ્થાં (Allowances) નો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ઘર બેઠા મંગાવો PVC આધાર કાર્ડ, જાણો ઓનલાઈન ઓર્ડર કરવાની સંપૂર્ણ રીત અને ફી
ક્રેસની બેઝ સેલરી 8,98,577 ડોલર (અંદાજે 8.1 કરોડ રૂપિયા) વાર્ષિક હતી. આ ઉપરાંત તેમને 12.82 મિલિયન ડોલરનો સ્ટોક અવોર્ડ અને 6 લાખ ડોલરનું કેશ ઇન્સેન્ટિવ મળ્યું હતું. જોકે, વચગાળાના CEO બન્યા બાદ તેમને કેટલી સેલરી મળશે તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.
જેનસન હુઆંગ CEO તરીકે કેટલા કમાતા હતા?
Nvidia ના CEO તરીકે જેનસન હુઆંગનું પેકેજ કોલેટ ક્રેસની સરખામણીમાં ઘણું વધારે હતું. કંપનીના 2026 ના પ્રોક્સી સ્ટેટમેન્ટ મુજબ, વર્ષ 2026 માં જેનસન હુઆંગનું કુલ પેકેજ 36.34 મિલિયન ડોલર એટલે કે અંદાજે 327 કરોડ રૂપિયા હતું. બંનેના પેકેજમાં આશરે 198 કરોડ રૂપિયાનો તફાવત છે.
જેનસન હુઆંગે કેમ આપ્યું રાજીનામું?
જેનસન હુઆંગનું અચાનક રાજીનામું એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેમના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ (Extramarital Affair) ના અહેવાલો માર્કેટમાં ફેલાઈ ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, તેમની એક ગર્લફ્રેન્ડને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ચીની જાસૂસ હતી. આ વિવાદ વધ્યા બાદ મામલો ગરમાયો હતો અને અંતે તેમને કંપનીમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ WhatsAppમાં બદલાશે ફોટો-વીડિયો શેર કરવાની રીત, Zaps ફીચર કરશે કમાલ












