ગુજરાતટોપ ન્યૂઝ

આજે વિશ્વ માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ, રાજ્યમાં દરરોજ સરેરાશ 77 અકસ્માતમાં 23ના મોત

Gujarat News : આજે 15 નવેમ્બરના વિશ્વ માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના અમલ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અહેવાલ અનુસાર, વર્ષ 2025માં નોંધાયેલા કુલ માર્ગ અકસ્માતોની સરખામણીએ વર્ષ 2026માં 88 ટકા અકસ્માતના કેસ નોંધાયા હતા.

અકસ્માતમાં મૃત્યુઆંક 56.8% સુધી વધ્યો

પ્રાપ્ત આંકડા અનુસાર, વર્ષ 2025 દરમિયાન ગુજરાતમાં કુલ 18,292 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. આ અકસ્માતોમાં 8,402 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે 18,813 લોકો ઘાયલ થયા હતા. તેની સામે 1 જાન્યુઆરીથી જુલાઈ- 2026 સુધીના માત્ર 7 મહિનાના ગાળામાં જ રાજ્યમાં 16,112 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. આ અકસ્માતોમાં 4,763 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 19,835 થઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2025માં ઘાયલોની સંખ્યામાં 105.4%નો વધારો

આમ, વર્ષ 2025ના આખા વર્ષના અકસ્માતોની સરખામણીએ 2026ના પ્રથમ સાત મહિનામાં જ અકસ્માતોનો આંકડો 88.1 ટકા સુધી પહોંચી ગયો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઘાયલોની સંખ્યા ગયા આખા વર્ષ કરતાં 1,022 વધુ નોંધાઈ હતી. એટલે કે, ઘાયલોના આંકડામાં 105.4 ટકાનો વધારો થયો હતો. જ્યારે મૃત્યુઆંક ગયા વર્ષના કુલ મૃત્યુના 56.8 ટકા જેટલો નોંધાયો હતો.

2025માં દર મહિને 1,524 માર્ગ અકસ્માતો નોંધાયા

માસિક સરેરાશની સરખામણી કરીએ તો વર્ષ 2025માં દર મહિને સરેરાશ 1,524 માર્ગ અકસ્માતો નોંધાતા હતા, જે 2026માં વધીને 2,302 સુધી થયા હતા. આમ માસિક સરેરાશમાં આશરે 51 ટકાનો વધારો નોંધાયો હતો. અકસ્માતોમાં ઘાયલ થનારાઓની માસિક સરેરાશ પણ વર્ષ 2025ના 1,568થી વધીને 2026માં 2,834 થઈ હતી, જે 80.7 ટકાનો વધારો દર્શાવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં દૂધમાં ભેળસેળના કાળા કારોબારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો

Back to top button