ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ગાદલવાડામાં એટીવિટીની ગ્રાન્ટનો દુરુપયોગ કરાયો હોવાના આક્ષેપ

Text To Speech
  • ગામના એક આગેવાનના ઘર પાછળ બ્લોકનું કામ કરાતા સર્જાયો વિવાદ
  • ગ્રામ પંચાયતના સભ્યોએ સરકારી નાણાંના દૂર ઉપયોગ મામલે કરી ઉચ્ચકક્ષાએ રજુઆત

પાલનપુર : પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે ગ્રામ પંચાયતના સભ્યોની જાણ બહાર તેમજ કોઈપણ જાતનો ઠરાવ કર્યા વિનાના સરપંચ અને તલાટી દ્વારા ગામના એક આગેવાનના ઘર પાછળ કે જ્યાં કોઈ જાહેર રસ્તો કે વિસ્તાર નથી તેવી જગ્યામાં એટીવિટી યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે બ્લોકનું કામ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. જેમાં સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરવા બદલ સરપંચ તલાટી સામે કાયદેસરના પગલાં ભરવા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે ગામના આગેવાન અગાઉ સરકારની એટીવિટી કમિટીના સભ્ય રહી ચૂકેલા ભગવાનભાઈ ડોહજીભાઈ લિંબાચીયાના ઘર આગળ તેમજ તમામ ઘર પાછળ ગ્રામ પંચાયતના સભ્યોની જાણ બહાર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા એટીવિટી યોજના અંતર્ગત રૂ.4.50 લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

જોકે સરકારી નાણાં જાહેર જગ્યાએ વાપરવાના બદલે ભગવાનભાઈના ઘર પાછળ કે જ્યા રસ્તો જ નથી ત્યાં પેવર બ્લોકનુ કામ કરી દેવામાં આવ્યું છે. અને સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવતા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આ મામલે ગ્રામ પંચાયતના સભ્યોને અંધારામાં રાખવામાં આવ્યા હતા. જ્યારે સરપંચ તેમજ તલાટીએ મેળાપણાથી કોઈ જ પ્રકારનો ઠરાવ કર્યા વિના લાખોની ગ્રાન્ટ વ્યક્તિગત સંબઘ સાચવવા માટે વાપરી નાખી છે. આ મામલે જીલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આ કથિત ગેરરીતિમાં કસૂરવારો સામે કાયદેસરના પગલાં ભરવા ની ઉગ્ર માંગ કરી છે.

આ પણ વાંચો : પાલનપુર : ઓરિસ્સા થી મહેસાણા લઈ જવાતો રૂ. 1.64 લાખનો ગાંજો ઝડપાયો

Back to top button