ટ્રેન્ડિંગનેશનલ

‘દેશને બદનામ કરવાથી સત્તા નહીં મળે’, રાહુલ ગાંધી પર અમિત શાહના આકરા પ્રહાર

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ હૈદરાબાદમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ ભારતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. શાહે કહ્યું કે દેશને બદનામ કરવાથી સત્તા મળવાની નથી.

અમિત શાહે કહ્યું કે સતત ત્રણ વખત ચૂંટણીમાં હારનો સામનો કરવાને કારણે કોંગ્રેસ હતાશામાં છે. હૈદરાબાદમાં યોજાયેલા કોંગ્રેસના એક કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેમાં દેશભરના ડાબેરી વિચારધારાના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં શાહે કહ્યું કે કોંગ્રેસના ‘રાજકુમાર’ પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમનું નામ દેશના નામ પર રાખવામાં આવ્યું હતું, પરંતુ તેમાં દેશવિરોધી વાતો કરવામાં આવી હતી. તેમના મતે રાહુલ ગાંધીએ ત્યાં દેશવિરોધી નિવેદનો આપીને દુનિયામાં ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો.

UPA સરકાર પર પણ સાધ્યું નિશાન

અમિત શાહે પોતાના સંબોધનમાં અગાઉની કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મહારાષ્ટ્ર સહિત દેશભરના લોકોને અપીલ કરતાં કહ્યું કે જ્યાં પણ કોંગ્રેસના નેતાઓ મળે ત્યાં તેમને પૂછવું જોઈએ કે 10 વર્ષના શાસન દરમિયાન 12 લાખ કરોડ રૂપિયાના કથિત કૌભાંડો કેમ થયા? શાહે વધુમાં કહ્યું કે દેશની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી બહાર કરીને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા છે. તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળમાં તેમના પર ચાર આના જેટલા ભ્રષ્ટાચારનો પણ આરોપ લાગ્યો નથી.

મોદી સરકારનાં કામોની અમિત શાહે કરી પ્રશંસા

ગૃહમંત્રીએ મોદી સરકારનાં 12 વર્ષનાં કામોની પ્રશંસા કરતાં કહ્યું કે કૃષિ ક્ષેત્રથી લઈને ઉદ્યોગોના વિકાસ સુધી દેશે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. તેમણે ભારતના વૈજ્ઞાનિકો ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત રેલવેનો વિકાસ, નવી શિક્ષણ નીતિ અને દેશના મેટ્રો નેટવર્કના વિસ્તરણને પણ સરકારની ઉપલબ્ધિ ગણાવી હતી.

Back to top button