પાકિસ્તાની સેનાનું ટ્રેનિંગ વિમાન ક્રેશ, બે પાયલટનાં મોત
Islamabad: પાકિસ્તાનના ક્વેટાથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પાકિસ્તાની સેનાનું એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, વિમાનમાં સવાર બે પાયલટનાં મોત થયાં છે. પાકિસ્તાની સેનાએ આ દુર્ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન આર્મી એવિએશનનું મુશશક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અગાઉ પણ વિમાન દુર્ઘટનાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ
પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે સોમવારે ટેકનિકલ ખામીને કારણે સેનાનું એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું, જેમાં બે પાયલટનાં મોત થયાં હતાં. આ ઘટના બલૂચિસ્તાનની પ્રાંતીય રાજધાની ક્વેટાની નજીક બની હતી. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બપોરના સમયે ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન આર્મી એવિએશનનું મુશશક ટ્રેનિંગ વિમાન ક્વેટાના નવાન કિલ્લી વિસ્તારની નજીક ક્રેશ થયું હતું.” સેનાના જણાવ્યા અનુસાર, આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં બંને પાયલટનાં મોત થયાં હતાં. મૃતકોમાં ઇન્સ્ટ્રક્ટર મેજર હસનૈન શહઝાદ હુમાયૂં અને તાલીમ લઈ રહેલા સ્ટુડન્ટ કેપ્ટન અબ્દુલ સમદનો સમાવેશ થાય છે.
صدرِ مملکت آصف علی زرداری کا کوئٹہ کے قریب پاک فوج کے تربیتی طیارے کے حادثے میں دو پائلٹس کی شہادت پر اظہارِ افسوس۔
صدرِ مملکت کا میجر حسنین شہزاد ہمایوں اور کیپٹن عبدالصمد کی شہادت پر گہرے دکھ اور افسوس کا اظہار۔
صدرِ مملکت کا شہداء کے اہلِ خانہ سے دلی تعزیت اور ہمدردی کا اظہار۔
صدرِ مملکت کا شہداء کے لیے بلندیِ درجات اور لواحقین کے لیے صبرِ جمیل کی دعا۔
— The President of Pakistan (@PresOfPakistan) October 12, 2026
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને વ્યક્ત કર્યું દુઃખ
આ દુર્ઘટના બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શહબાઝ શરીફે બંને પાયલટનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ક્વેટાની નજીક ટ્રેનિંગ વિમાન ક્રેશ થવાથી બે પાયલટનાં મોત અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મેજર હસનૈન શહઝાદ હુમાયૂં અને કેપ્ટન અબ્દુલ સમદનાં મોત પર શોક વ્યક્ત કરવાની સાથે તેમના પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવી હતી. રાષ્ટ્રપતિએ મૃતકોના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે અને મૃતકોને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
આ પણ વાંચો:ઉપર કપડાં, નીચે દારૂની બોટલો! Porter એપથી અમદાવાદમાં 9 લાખની હેરાફેરીનો પર્દાફાશ
બળવાખોરોએ હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું
ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૂન મહિનામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં બળવાખોરોએ પાકિસ્તાની સેનાનું MI-17 હેલિકોપ્ટર તોડી પાડ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તે સમયે હેલિકોપ્ટરમાં 21 સૈનિકો સવાર હતા અને તે મુઝફ્ફરાબાદ તરફ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર તમામ 21 સૈનિકોનાં મોત થયાં હતાં. જોકે, પાકિસ્તાની સેનાએ આ ઘટનાને ટેકનિકલ ખામીને કારણે થયેલી દુર્ઘટના ગણાવી હતી અને હેલિકોપ્ટર પર હુમલો થયો હોવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, PoKના સ્થાનિક લોકોએ આ ઘટનાને પાકિસ્તાની સેનાના કથિત અત્યાચારો સાથે જોડીને જોઈ હતી.
આ પણ વાંચો: યુવાનો માટે PM મોદીની મોટી શીખ, વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં શું કહ્યું?












