યુવાનો માટે PM મોદીની મોટી શીખ, વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં શું કહ્યું?
PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 11 ઑક્ટોબર, 2026ના રોજ ચેન્નઈમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં કહ્યું કે આજનો યુવા નિડર બનીને વિકસિત ભારતના વિઝનની તાકાત બનવા માંગે છે. વિકસિત ભારત માટે નવા વિચારો અને નવા ઉકેલોની જરૂર છે. આ વિચારો અને ઉકેલો માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ભવિષ્ય પણ નક્કી કરશે. (PM MODI )
તેમણે કહ્યું કે આજે દુનિયા વિવિધ સમસ્યાઓના ઉકેલ શોધી રહી છે અને યુવાનો પાસે આ ઉકેલો આપવાની ક્ષમતા છે. ભારતમાં અસંખ્ય તકો ઉપલબ્ધ છે. હું ઇચ્છું છું કે દરેક યુવાન ભારત દ્વારા આપવામાં આવતી આ અસંખ્ય તકોના વિશાળ કેનવાસ પર પોતાને જુએ, કારણ કે આ તમારો સમય છે, આ તમારી તક છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણું આ સપનું ચોક્કસ સાકાર થશે. આપણે સૌ સાથે મળીને તેને પૂર્ણ કરીશું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શાળાના સુવર્ણ જયંતી સમારોહમાં PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈ સ્થિત જયગોપાલ ગરોડિયા હિંદુ વિદ્યાલય મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલના સુવર્ણ જયંતી સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું, “વિશ્વ હિંદુ વિદ્યા કેન્દ્ર આજે તેની સુવર્ણ જયંતી ઉજવી રહ્યું છે. આ સીમાચિહ્ન જેટલું મોટું છે, તેની સફર પણ એટલી જ પ્રેરણાદાયી છે. આ પ્રસંગે હું જયગોપાલ ગરોડિયા જીના યોગદાનને પણ આદરપૂર્વક યાદ કરું છું. તેમણે શાળાના મકાનના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.” તેમણે વધુમાં કહ્યું કે હિંદુ વિદ્યાલયની સફરને સફળ બનાવનારા તમામ શિક્ષકો, કર્મચારીઓ, વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ તેઓ અભિનંદન આપે છે.
નાના-નાના યોગદાનથી મોટો બદલાવ આવી શકે છે: PM મોદી
PM મોદીએ કહ્યું કે 50 વર્ષનું સમર્પણ, 50 વર્ષની પ્રતિબદ્ધતા અને યુવાનોના જીવનને ઘડવાની 50 વર્ષની સફર આ સંસ્થાની વિશેષતા છે. આ સંસ્થા શિક્ષણની સાથે દેશભક્ત નાગરિકોનું નિર્માણ કેવી રીતે કરે છે તેનું પણ ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે તેમણે પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ આ શાળાનો ઉલ્લેખ કર્યો હતો. ગિરિજા અમ્માએ બાળકોને એક વિચાર આપ્યો હતો કે દરેક બાળક દરરોજ માત્ર એક રૂપિયો બચાવે અને તે રકમ દેશના સૈનિકોને સમર્પિત કરે. PM મોદીએ કહ્યું કે જ્યારે હજારો બાળકો આ સંકલ્પ સાથે જોડાયાં, ત્યારે લગભગ 40 લાખ રૂપિયા એકત્રિત થયા હતા. આ ખૂબ જ પ્રેરણાદાયી ઉદાહરણ છે. નાના-નાના યોગદાનથી પણ મોટો બદલાવ લાવી શકાય છે. તેમણે ઉમેર્યું કે મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની મદદ કરવી હોય કે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો હોય, સેવા અને સમર્પણનાં આ મૂલ્યો હિંદુ વિદ્યાલય પરિવારના સમૃદ્ધ વારસાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
अब भारत के युवाओं के पास प्लेटफॉर्म भी है, पोटेंशियल भी है और सपोर्ट भी है।
इसलिए मुझे पूरा विश्वास है कि आज की जेनेरेशन भारत को स्पोर्ट्स की दुनिया में भी नई ऊंचाइयों पर लेकर जाएगी।
– पीएम @narendramodi
#TNWelcomesModi https://t.co/V2oamjjnSG
— BJP (@BJP4India) October 11, 2026
પુતિનને તિરુક્કુરલનું રશિયન સંસ્કરણ ભેટ આપ્યું: PM મોદી
PM મોદીએ જણાવ્યું કે તાજેતરમાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તિરુક્કુરલનું રશિયન ભાષામાં પ્રકાશિત સંસ્કરણ ભેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે તિરુક્કુરલ એવા લોકો માટે એક અનોખું માર્ગદર્શક છે, જેઓ જીવનભર કંઈક નવું શીખતા રહેવા માગે છે. મહાન કવિ તિરુવલ્લુવરે એક પ્રસિદ્ધ કુરલ દ્વારા શીખવ્યું છે કે માત્ર કંઈક નવું શીખવું પૂરતું નથી, પરંતુ તેમાંથી મળેલી શીખને જીવનમાં અમલમાં મૂકવી પણ જરૂરી છે. PM મોદીએ કહ્યું કે આ તમામ વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પાઠ છે.
આ પણ વાંચો:ઉપર કપડાં, નીચે દારૂની બોટલો! Porter એપથી અમદાવાદમાં 9 લાખની હેરાફેરીનો પર્દાફાશ
દેશનું શિક્ષણ ક્ષેત્ર બદલાઈ રહ્યું છે: PM મોદી
PM મોદીએ કહ્યું કે આજે દેશમાં શિક્ષણનું સમગ્ર માળખું બદલાઈ રહ્યું છે. વર્ષ 2014માં ભારતમાં આશરે 750 યુનિવર્સિટીઓ હતી, જ્યારે આજે તેમની સંખ્યા વધીને 1,300થી પણ વધુ થઈ ગઈ છે.તેવી જ રીતે, દેશની કોલેજોની સંખ્યા પણ આશરે 38 હજારથી વધીને 52 હજારથી વધુ થઈ ગઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં અનેક IIT, IIM, IIIT અને AIIMSની સ્થાપના થઈ છે.
તેમણે કહ્યું કે આ પરિવર્તનો દેશના યુવાનો માટે શિક્ષણ અને કારકિર્દીની નવી તકો ઊભી કરી રહ્યાં છે.
રમતગમત ક્ષેત્રે પણ ભારત આગળ વધી રહ્યું છેPM મોદીએ જણાવ્યું કે ભારતમાં રમતગમત માટે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. યુવા ખેલાડીઓને વધુ સારી તાલીમ અને સહાય મળી રહી છે. આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ ભારતનું કદ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત, ભારત વર્ષ 2036ના ઓલિમ્પિક્સની યજમાની કરવાનું સપનું લઈને પણ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો:ચૂંટણીના મેદાનમાં ગરમાગરમી! ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે લાફાવાળી કેમ થઈ?












