Appleએ લોન્ચ કર્યો પહેલો ફોલ્ડેબલ iPhone Duo,કિંમત જાણીને આશ્ચર્ય થશે

Apple-Iphone Duo : Appleએ આખરે ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટ (Foldable Smartphone Market)માં એન્ટ્રી કરી છે. કંપનીએ પોતાનો પહેલો સ્ક્રીન વળી શકે તેવો iPhone Duo લોન્ચ કર્યો છે. લાંબા સમયથી Appleના ફોલ્ડેબલ iPhoneની રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે આ મોટી જાહેરાત માનવામાં આવી રહી છે.
iPhone Duo પાસપોર્ટ સ્ટાઇલ ફોલ્ડેબલ હેન્ડસેટ (Foldable Handset) છે. ફોનને ખોલ્યા બાદ યુઝર્સને મોટી સ્ક્રીનનો અનુભવ મળે છે. તેમાં સ્પ્લિટ સ્ક્રીન (Split Screen) ફીચર પણ આપવામાં આવ્યું છે, જેના કારણે એકસાથે બે કરતાં વધુ એપ્સનો ઉપયોગ કરી શકાશે.
₹2.99 લાખથી શરૂ થાય છે કિંમત
iPhone Duoની શરૂઆતની કિંમત ₹2,99,900 રાખવામાં આવી છે. આ વેરિઅન્ટમાં 256GB સ્ટોરેજ (Storage) મળે છે. જ્યારે ફોનના ટોપ-એન્ડ 2TB વેરિઅન્ટની કિંમત ₹4,49,900 છે.
કંપનીએ 512GB અને 1TB સ્ટોરેજવાળા વિકલ્પો પણ રજૂ કર્યા છે. આ સાથે Appleએ ફોલ્ડેબલ ફોન સેગમેન્ટમાં સીધી રીતે Samsung જેવી કંપનીઓને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો છે.
7.6 ઇંચની મોટી અંદરની ડિસ્પ્લે
iPhone Duoને અનફોલ્ડ કરતાં તેમાં 7.6 ઇંચની ઇનર Super Retina XDR ડિસ્પ્લે (Display) મળે છે. આ Appleના અત્યાર સુધીના iPhoneમાં સૌથી મોટી ડિસ્પ્લે હોવાનું જણાવાયું છે.
ફોનની કવર સ્ક્રીન 5.4 ઇંચની છે. બંને ડિસ્પ્લેમાં ProMotion અને Always-On Display જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઇનર ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ (Peak Brightness) 3,000 nits સુધીની છે.
Titanium બોડી અને ખાસ હિન્જ
iPhone Duoમાં 100થી વધુ કમ્પોનન્ટ્સથી તૈયાર કરવામાં આવેલ પ્રિસિઝન હિન્જ (Precision Hinge) આપવામાં આવ્યું છે. ફોનની બોડી Titaniumથી બનાવવામાં આવી છે.
ડિસ્પ્લેની સુરક્ષા માટે Ceramic Shield 2નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્યુરેબિલિટી (Durability) માટે ફોનને IP68 રેટિંગ પણ આપવામાં આવ્યું છે.
A20 Pro ચિપસેટ સાથે આવશે
પરફોર્મન્સ માટે iPhone Duoમાં A20 Pro ચિપસેટ (Chipset) આપવામાં આવ્યો છે. લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન તાપમાનને નિયંત્રિત કરવા માટે તેમાં Vapor Chamber પણ આપવામાં આવ્યું છે.
કંપનીનો દાવો છે કે iPhone Duoનું કૂલિંગ અને પરફોર્મન્સ iPhone 17 Proની સરખામણીમાં 35 ટકા વધુ સારું છે. ફોનમાં Dual Battery Setup પણ આપવામાં આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
48MPના બે કેમેરા
ફોટોગ્રાફી માટે iPhone Duoમાં 48 મેગાપિક્સલનો Fusion Main Camera આપવામાં આવ્યો છે. તેની સાથે 48 મેગાપિક્સલનો Fusion Ultra Wide Camera પણ મળે છે.
આ રીતે Appleએ પહેલીવાર પોતાના ફોલ્ડેબલ iPhoneમાં મોટી ફોલ્ડિંગ ડિસ્પ્લે, પાવરફુલ ચિપસેટ અને પ્રીમિયમ કેમેરા સેટઅપનો કોમ્બિનેશન રજૂ કર્યું છે.
આ પણ વાંચો : પત્નીને ‘સે*સ સ્લેવ’ બનાવીને રાખી? પતિ પર કેસ ચાલશે કે નહીં SC કરશે નિર્ણય












