Apple વધારવા જઈ રહ્યું છે iPhone ની કિંમત, રિપોર્ટથી એપલ ફેન્સ થયા નિરાશ
iPhone Price: Apple દ્વારા આગામી iPhone 18 Pro શ્રેણીના લોન્ચિંગ પહેલા તેની કિંમતોમાં વધારો કરવાની તૈયારી ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. વૈશ્વિક સ્તરે મેમરી ચિપ અને અન્ય મહત્વપૂર્ણ કમ્પોનન્ટ્સ (સુટેબલ પાર્ટ્સ)ની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે કંપની પર ખર્ચનું દબાણ વધ્યું છે. જોકે, Apple દ્વારા કિંમત વધારવા કે iPhone 18 ની લોન્ચ તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં લોન્ચ તારીખનું એલાન થવાની શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મેમરી કમ્પોનન્ટ્સ મોંઘા થવાનું મુખ્ય કારણ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સર્વર્સ અને મોટા ડેટા સેન્ટર્સની વધતી માંગને કારણે DRAM અને સ્ટોરેજ કમ્પોનન્ટ્સની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચોઃ અજય દેવગનને કો સ્ટાર બનાવનાર કુકૂ કોહલીનું નિધન, 77ની ઉંમરમાં હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ
iPhone 18 Pro ના 256GB મોડેલના કમ્પોનન્ટ્સની ઉત્પાદન પડતર (Cost of Production) પાછલા મોડેલની તુલનામાં આશરે 38% વધી શકે છે. Apple એ તાજેતરમાં વધતા ખર્ચના દબાણ હેઠળ કેટલાક Mac અને iPad મોડેલ્સની કિંમતોમાં પણ સુધારો કર્યો છે.
iPhone 18 Pro ની સંભવિત કિંમતો
ભારતીય ગ્રાહકો પર શું અસર પડશે?
જો અમેરિકામાં iPhone 18 Pro ની કિંમતમાં 100 ડોલરનો વધારો થાય છે, તો ચલણના દરમાં ફેરફાર, ઈમ્પોર્ટ ડ્યુટી અને કંપનીની પ્રાદેશિક પ્રાઈસિંગ વ્યૂહરચનાના આધારે ભારતમાં કિંમતમાં ₹10,000 સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ બાળકો માટે સોશિયલ મીડિયા બન્યું જોખમી: ન્યૂઝીલેન્ડ સરકાર લાવશે કડક બિલ












