
National News : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં સોનમર્ગથી શ્રીનગર જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક અચાનક કાબૂ બહાર થતા 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં વાહનમાં સવાર ડ્રાઈવર સહિત કુલ 18 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં 8 ગુજરાતના પ્રવાસીઓનો પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
6ની લોકોની હાલત અત્યંત નાજૂક
આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ઝડપી બચાવ કામગીરી હાથ ધરી હતી. ગનીવન, ગુંડ અને સોનમર્ગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને સૌપ્રથમ ગુંડ PHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબીબોએ વધુ સારવાર અર્થે તમામ 18 ઈજાગ્રસ્તોને શ્રીનગરની શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) હોસ્પિટલમાં રિફર કર્યા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, ઈજાગ્રસ્તોમાંથી 6 લોકોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઈજાગ્રસ્તોમાં અમદાવાદ-સુરતના લોકો સામેલ
સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO)ના જણાવ્યા પ્રમાણે, પ્રવાસીઓમાં ગુજરાતના અમદાવાદ અને સુરત ઉપરાંત પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ તેમજ પંજાબના ગુરદાસપુરના લોકો સામેલ છે.જેમાં અમદાવાદના ઈજાગ્રસ્તો શારદાબેન (ઉં.વ. 58), રમેશભાઈ (ઉં.વ. 59), શોભાબેન (ઉં.વ. 50) અને રાજેશકુમાર તેમજ સુરતના ઈજાગ્રસ્તમાં દાયશાબેન (ઉં.વ. 42) સામેલ હતા.
આ દુર્ઘટનામાં કેટલાક પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કેટલાક પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થઈ છે. વાહન પંજાબના ગુરદાસપુરના રહેવાસી ચલાવી રહ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, વાહનની તેજ ગતિના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો : સાળંગપુરમાં 8 કિલો સોનાના વાઘામાં બિરાજ્યા કષ્ટભંજનદેવ! દિવ્ય દર્શન માટે ભક્તોની ભારે ભીડ!












