ટ્રેન્ડિંગયુટિલીટી

ટ્રેનમાં મોબાઈલ પર મોટેથી રીલ્સ જોવો છો? આજે જ સુધારો આદત નહીંતર થશે જેલ!

Railway Rules:  આજકાલ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે અને ઘણા લોકો તેના પર કલાકો વિતાવે છે. પરંતુ ટ્રેન મુસાફરી દરમિયાન લોકો દ્વારા મોબાઈલ પર મોટેથી અવાજે ગીતો સાંભળવા, વિડિઓ જોવી કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ચલાવવાથી અન્ય સહયાત્રીઓની શાંતિ ભંગ થાય છે અને તેઓ મુશ્કેલીમાં મુકાય છે. પ્રવાસીઓને થતી આ અસુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે સખત રૂખ અપનાવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રેલવે અધિનિયમની કલમ 145 હેઠળ દંડ અને જેલ

રેલ પ્રવાસીઓને અસુવિધાથી બચાવવા માટે રેલ અધિનિયમ, 1989ની સંશોધિત ધારા 145 (2) (એ) હેઠળ કાર્યવાહી કરવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે:

  • પ્રથમ ઉલ્લંઘન પર: 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. સાથે જ ટ્રેન કે રેલવે પરિસરમાંથી ઉતારી દેવા અને ટિકિટ કે પાસ જપ્ત કરવાની જોગવાઈ છે.

  • વારંવાર ચેતવણી આપવા છતાં ઉપદ્રવ ચાલુ રાખવા પર: 5000 રૂપિયા સુધીનો દંડ અથવા છ મહિના સુધીની કેદની સજા થઈ શકે છે.

  • વૈધ ટિકિટ છતાં કાર્યવાહી: ખાસ વાત એ છે કે તમારી પાસે ટ્રેનની વૈધ ટિકિટ હોવા છતાં જો તમે આ નિયમનું ઉલ્લંઘન કરશો, તો તમે કાર્યવાહીથી બચી શકશો નહીં.

આ પણ વાંચોઃ PF ખાતામાં નામ, જન્મ તારીખ કે અન્ય વિગતો ભૂલભરેલી છે? ઘર બેઠા ઓનલાઈન કરો સુધારો

ફરિયાદ ક્યાં નોંધાવવી?

જો કોઈ સહયાત્રી મોટેથી અવાજે ગીતો કે વિડિઓ ચલાવીને પરેશાન કરી રહ્યો હોય, તો પ્રવાસીઓ નીચે મુજબના માધ્યમો દ્વારા ફરિયાદ કરી શકે છે:

  • ટીટીઈ (TTE) અથવા રેલવે કર્મચારીઓનો સંપર્ક કરીને.

  • રેલવેના ‘રેલ મદદ’ એપ દ્વારા.

  • હેલ્પલાઇન નંબર 139 પર કૉલ કરીને.

આ પણ વાંચોઃ શુભમનથી લઈને સિંધુ સુધી માથા આ શું ચોંટાડે છે? જાણો TEMPLE ડિવાઇસ વિશે

Back to top button