ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ગુવાહાટી પાસે ટ્રેન અકસ્માત, કોલકાતા-સૈરંગ એક્સપ્રેસના એન્જિન સહિત 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Train Accident :  આસામના ગુવાહાટી નજીક સવારે એક મોટો રેલ અકસ્માત (Train Accident) સર્જાયો હતો. દિગારુ (Digaru) નજીક કોલકાતાથી સૈરંગ જઈ રહેલી કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ (Kolkata-Sairang Express) ટ્રેનનું એન્જિન અને અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત સવારે લગભગ 6:54 વાગ્યે થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

એન્જિન સહિત 6થી 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા

રેલવે પાસેથી મળતી માહિતી અનુસાર, ટ્રેનના એન્જિન સહિત લગભગ 6થી 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કેટલાક ડબ્બા એકબીજા સાથે અથડાતા નુકસાન થયું હતું. અકસ્માતને કારણે અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. જોકે, ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાહત અને બચાવ કામગીરી શરૂ

નૉર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR)ના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થતાં જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી (Rescue Operation) શરૂ કરવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા તેમજ તેમને સલામત સ્થળે પહોંચાડવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. ઘટનાસ્થળે રેલવેની રિલીફ ટ્રેન પણ મોકલવામાં આવી હતી. પોલીસ, રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

રેલ વ્યવહાર ખોરવાયો

NFRના મુખ્ય જનસંપર્ક અધિકારી કપિંજલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે, અકસ્માત સવારે 6:54 વાગ્યે થયો હતો. તેમણે હાલ કોઈ જાનહાનિ (Casualties) થયાના અહેવાલ ન હોવાનું જણાવ્યું હતું. ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે આ રૂટ પર રેલ વ્યવહાર (Rail Traffic) ખોરવાયો હતો. કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ખુલ્લા ગટરમાં પડ્યો ચાર વર્ષનો માસૂમ! NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન હજુ જારી

Back to top button