ટ્રેન્ડિંગવર્લ્ડ

મહાભિયોગના પ્રયાસો વચ્ચે બેખોફ દેખાયા અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથ, ટ્રમ્પે પ્રશંસા કરી આપ્યો A+++ ગ્રેડ

US Defense Secretary Pete Hegseth Impeachment: અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથ (Pete Hegseth) એ સ્પષ્ટ કર્યું છે કે તેમના વિરુદ્ધ લાવવામાં આવેલો મહાભિયોગનો પ્રસ્તાવ કોંગ્રેસની દેખરેખનો કોઈ વાસ્તવિક પ્રયાસ નથી, પરંતુ એક “નારાજ અને હારેલા કોંગ્રેસ સભ્ય” દ્વારા કરવામાં આવેલો વ્યક્તિગત હુમલો અને રાજકીય સ્ટંટ છે. લગભગ છ મહિનામાં પોતાની પહેલી પેન્ટાગોન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ કડક વલણ અપનાવ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કેન્ટકીના રિપબ્લિકન પ્રતિનિધિ થોમસ મેસી દ્વારા પીટ હેગસેથ વિરુદ્ધ મહાભિયોગના આઠ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. તેમના પર ઈરાન અને અન્ય જગ્યાઓ પર અમેરિકી સૈન્ય અભિયાનો દ્વારા બંધારણ અને કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સૈન્ય અભિયાનોનો બચાવ

પીટ હેગસેથે અમેરિકાના 250 વર્ષના ઈતિહાસ અને બંને પાર્ટીઓના રાષ્ટ્રપતિઓના કાર્યકાળમાં થયેલા સૈન્ય અભિયાનો (જેમ કે લેબનાનમાં રીગન, કોસોવોમાં ક્લિન્ટન, ઈરાક-સીરિયામાં ઓબામા અને બાઈડેન)નો હવાલો આપતા પોતાના નિર્ણયોનો મજબૂતીથી બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકી લોકોની જાનને સૌથી ઉપર રાખવા બદલ તેઓ કોઈ માફી નહીં માંગે.

આ પણ વાંચોઃ ટ્રેનમાં મોબાઈલ પર મોટેથી રીલ્સ જોવો છો? આજે જ સુધારો આદત નહીંતર થશે જેલ!

ઈરાનને ચેતવણી

હેગસેથે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ સૈનિકોને નિશાન બનાવશે, તો સેન્ટ્રલ કમાન્ડની પૂરી તાકાત સાથે જવાબ આપવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રક્ષામંત્રીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને હેગસેથના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેમને “A” પ્લસ, પ્લસ, પ્લસ ગ્રેડ આપ્યો છે. સાથે જ, પ્રસ્તાવ લાવનાર નેતાને “હારેલા વ્યક્તિ” તરીકે ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ ChatGPT અને Geminiને સ્વદેશી AI તરફથી સ્પર્ધા મળશે સ્પર્ધા, સરકારની નવી પહેલથી બદલાશે રમત

Back to top button