ટ્રેન્ડિંગમનોરંજન

કરીના કપૂરે દિકરાના એન્યુઅલ ફંકશનમાં પેટ ભરીને સમોસાની મોજ કરી, કરણ જોહરે ખોલી પોલ

  • કરણ જોહર મજાક મજાકમાં ચાહકોને કહી રહ્યો છે કે તમને લાગે છે કે કરીના ડાયેટ પર છે, પરંતુ તે ખુલ્લેઆમ સમોસા ખાતા પકડાઈ ગઈ છે

HD ન્યુઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઘણીવાર તેના બાળકો સાથે જોવા મળે છે. તાજેતરમાં તેણે તેના બાળકોના એન્યુઅલ ફંકશનમાં હાજરી આપી હતી. આ વાર્ષિક કાર્યક્રમની ઘણી ઝલક સામે આવી છે. તેના પુત્રોની સ્કુલના એન્યુઅલ ફંકશન દરમિયાન તે એક ફની કારણસર ચર્ચામાં આવી હતી. આ કાર્યક્રમમાં કરીના પ્રખ્યાત ઈન્ડિયન સ્નેક સમોસા Kareena Kapoor enjoyed samosas ખાતા જોવા મળી હતી. તેની આ નિખાલસ ક્ષણ તેના નજીકના મિત્ર અને ફિલ્મ નિર્માતા કરણ જોહર Karan Johar દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

કરણે કરીનાનો પર્દાફાશ કર્યો

કરણ જોહર દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં કરીના સમોસાનો આનંદ માણતી જોવા મળી હતી. વીડિયો દરમિયાન કરણ મજાકમાં ચાહકોને કહી રહ્યો હતો કે તમને લાગે છે કે કરીના ડાયેટ પર છે, પરંતુ તે ખુલ્લેઆમ સમોસા ખાતા પકડાઈ ગઈ છે. કરણ હસ્યો અને કહ્યું કરીના કપૂર સ્કૂલ પ્લેમાં આજ કરી રહી છે. તેણે મજાક ચાલુ રાખતા કહ્યું, તમે બધા જો વિચારતા હો કે તે ડાયેટ પર છે, તો જુઓ તે ખૂબ જ મોટો સમોસા ખાઈ રહી છે. આ હળવા મજાક દરમિયાન, કરણે કરીનાને પ્રેમથી કાર્બી ડોલ પણ કહી, એ ઈશારો કરતા કે સમોસામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે.

કરણે કહ્યું કે જ્યારે તેનો દીકરો વાર્ષિક સમારંભમાં પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે કરીના કપૂર ખુશીથી સમોસા ખાઈ રહી હતી. કરીના કપૂર અને કરણ જોહરે ધીરુભાઈ અંબાણી સ્કૂલના વાર્ષિક સમારંભમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ સેલિબ્રીટીઝના બાળકો આ શાળામાં ભણે છે.

આ પણ વાંચોઃ સર, આ હોટ સીટ તો મારા કરતા પણ હોટ છે, KBC 17માં જઈને અનન્યાએ બિગ બીને બીજું શું કહ્યું?

Back to top button