આનંદમયી શનિવાર, રાપરમાં બાળસંસદની ચૂંટણી સાથે બેગલેસ ડે ઉજવાયો, મોક ચૂંટણીનું પરિણામ સોમવારે

રાપર, 05 જુલાઇ 2025: Kachchh આજથી ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવાર ગુજરાત સરકાર દ્વારા ’જોયફૂલ શેટરડે’ ’બેગલેસ ડે’ ઉજવવામાં આવશે. જે અંતર્ગત રાપરની અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળામાં બાળસંસદની ચૂંટણી સહિતના કાર્યક્રમ સાથે આનંદભેર ઉજવણી કરાઇ હતી.
@EduMinOfIndia @CMOGuj @InfoGujarat @KuberDindorOffc @kuberdindor #Primaryeducation #Kachchh #Rapar #AyodhyapuriSchool #Schools #NEP
હવે દર શનિવાર ગુજરાત સરકાર દ્વારા ’જોયફૂલ શેટરડે' ’બેગલેસ ડે’ ઉજવવામાં આવશે. રાપરની અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળામાં બાળસંસદની ચૂંટણી કરાઇ હતી. pic.twitter.com/iGnnsS1vUi— Hum Dekhenge News (@humdekhengenews) July 5, 2025
ઇત્તર પ્રવૃતિઓનો વાર
નવી શિક્ષણ નીતિને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા હવે દર શનિવાર બેગલેસ ડે તરીકે શાળાનો દિવસ રહેશે. પ્રાથમિક શાળામાં બાળકોએ દફ્તર વિના આવવાનું અને કસરત, યોગ, રમતગમત, સંગીત સહિતની ઇત્તર પ્રવૃતિઓ કરવાની છે. જેનો અમલ 5 જુલાઇ શનિવારથી કરાયો છે.
બેલેટ પેપરથી થઇ ચૂંટણી
આ અનુસંધાને રાપરની શાળામાં સમૂહ કવાયત અને ત્યારબાદ બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપર દ્વારા યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળાના હેડ સ્ટુડન્ટ માટે છ ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. જેમાં મકવાણા દિવ્યા, પટેલ ડિમ્પલ, સાધુ નિધિ, ગોસ્વામી હેતવી, રજપૂત જ્યોતિ, અને કણો ધૃષ્ટિએ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. જેઓને શાળાના આચાર્ય દ્વારા વિવિધ નિશાનો પણ ફાળવવામાં આવ્યા હતા.
પ્રિસાઇડિંગ સહિતની વિદ્યાર્થીને જવાબદારી
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વાસ્તવિક ચૂંટણીની જેમ જ યોજવામાં આવી હતી. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ધોરણ છ ની વિદ્યાર્થીની ઠક્કર દિવ્યાની, પોસ્ટ પોલિંગઓફિસર તરીકે ચૌધરી વિનિશા, સેકન્ડ પોલિંગ ઓફિસર તરીકે ચૌધરી વૈશાલી અને મહિલા પોલીસ ઓફિસર તરીકે શેખ સુમૈયાએ ફરજ બજાવી હતી. સુરક્ષાકર્મી તરીકે ગોસ્વામી દ્રષ્ટિ અને સેવક તરીકે ઠાકોર બિનલે ફરજ બજાવી હતી.
મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં મૂકાઇ
ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચૂંટણી બાદ મતગણતરી મત પેટીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનો સ્ટાફ મકવાણા અનુપસિંહ, હેમાબેન, રશ્મિકાબેન તથા શાળાના આચાર્ય વિજય જાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો:અમરેલીમાં હાઈવે પર એક સાથે 10 સિંહ ટહેલતા જોવા મળ્યા












