મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી થશે રોહિત શર્માનો રાજ્યાભિષેક? હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર તોળાતું સંકટ!

Rohit Sharma Captaincy Mumbai Indians: પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ IPL 2027ની સિઝન માટે ફરી એકવાર કેપ્ટનશીપની જવાબદારી રોહિત શર્માને સોંપી શકે છે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, ફ્રેન્ચાઈઝીએ આ ફેરફાર માટે મન બનાવી લીધું છે અને રોહિત શર્મા પણ આ માટે તૈયાર થઈ ગયા છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેમ લેવાયો આ નિર્ણય?
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ પાંચ વાર આઈપીએલની ટ્રોફી જીતી હતી. બીજી તરફ, હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગત સિઝનમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જ્યાં ટીમે 14 માંથી 10 મેચો ગુમાવી હતી અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી.
અહેવાલો મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ ગત સિઝન દરમિયાન જ કેપ્ટન બદલવા પર વિચાર કરી રહી હતી. રોહિત શર્માએ શરૂઆતમાં યુવા બેટ્સમેન તિલક વર્માનું નામ સૂચવ્યું હતું, પરંતુ ફ્રેન્ચાઈઝીએ રોહિતને પોતે જ ફરીથી કમાન સંભાળવા આગ્રહ કર્યો હતો.
આ પણ વાંચોઃ ISRO લોન્ચ કરશે નેવિગેશન સેટેલાઈટ NVS-03, જાણો ભારતને કેવી રીતે મળશે મજબૂતી
હાર્દિક પંડ્યાનું શું થશે?
કેપ્ટનશીપમાં ફેરફારની અટકળો વચ્ચે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે કે નહીં તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. અહેવાલ મુજબ, જો હાર્દિક અન્ય કોઈ ટીમમાં ટ્રેડ નહીં થાય, તો તેણે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ રમવા માટે સંમતિ આપી છે.
કોચિંગ સ્ટાફમાં પણ મોટા ફેરફાર
મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન પહેલા પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે:
-
હેડ કોચ: કીરોન પોલાર્ડ (મહેલા જયવર્ધનેની જગ્યાએ)
-
બેટિંગ કોચ: રોબિન ઉથપ્પા
-
બોલિંગ કોચ: મિચેલ મેક્લેનાઘન
-
ફીલ્ડિંગ કોચ: ટી. દિલીપ
-
ડેવલપમેન્ટ બોલિંગ કોચ: ધવલ કુલકર્ણી
આ પણ વાંચોઃ નાગપુરમાં દુર્ઘટના : 100 ફૂટ ઉંચાઈ પરથી પડી ક્રેન, બે મજૂરોના દબાઈને મોત











