IPLગુજરાતટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL 2026: અમદાવાદમાં રમાશે કુલ 7 હાઈવોલ્ટેજ મેચ, જાણો ગુજરાત ટાઈટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ

IPL 2026 Ahmedabad Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. BCCI દ્વારા ગુરુવારે 13 એપ્રિલથી 24 મે સુધીના બાકીના 50 મેચોની જાહેરાત કરવામાં આવી છે. આ શેડ્યૂલમાં ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

અમદાવાદમાં કુલ 7 મેચોનો રોમાંચ

IPL 2026 ના સંપૂર્ણ શેડ્યૂલ મુજબ, અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ 7 લીગ મેચો રમાશે. જેમાં પ્રથમ તબક્કાની જાહેર થયેલી મેચો અને હવે બીજા તબક્કામાં જાહેર થયેલી હાઈવોલ્ટેજ મેચોનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઈટન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન, મુંબઈ અને ચેન્નાઈ જેવી દિગ્ગજ ટીમો સામે ટકરાશે.

અમદાવાદમાં રમાનારી મેચોનું લિસ્ટ:

  • 4 એપ્રિલ: ગુજરાત ટાઈટન્સ vs રાજસ્થાન રોયલ્સ (સાંજે 7:30)
  • 17 એપ્રિલ: ગુજરાત ટાઈટન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ (સાંજે 7:30)
  • 20 એપ્રિલ: ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ (સાંજે 7:30)
  • 26 એપ્રિલ: ગુજરાત ટાઈટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ (બપોરે 3:30)
  • 30 એપ્રિલ: ગુજરાત ટાઈટન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (સાંજે 7:30)
  • 3 મે: ગુજરાત ટાઈટન્સ vs પંજાબ કિંગ્સ (સાંજે 7:30)
  • 12 મે: ગુજરાત ટાઈટન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ (સાંજે 7:30)

બીજા તબક્કાની મુખ્ય વિશેષતાઓ

BCCI ના નવા શેડ્યૂલ મુજબ, બીજા તબક્કામાં કુલ 12 વેન્યુ પર મેચો રમાશે. જેમાં ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંદીગઢ જેવા સ્ટેડિયમનો પણ સમાવેશ કરાયો છે. પંજાબ કિંગ્સની ટીમ તેની હોમ મેચો ધર્મશાલામાં અને રાજસ્થાન રોયલ્સ જયપુરમાં રમશે. આ સિવાય બીજા તબક્કામાં કુલ 8 ‘ડબલ હેડર’ (એક દિવસમાં બે મેચ) મુકાબલા જોવા મળશે.

ટીમ ઈન્ડિયાનું હોમ શેડ્યૂલ પણ જાહેર

IPL ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના વર્ષ 2026-27 ના ઘરઆંગણાના શેડ્યૂલની પણ જાહેરાત કરવામાં આવી છે. ભારત આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે શ્રેણી રમશે. જ્યારે 2027 ની શરૂઆતમાં પ્રતિષ્ઠિત ‘બોર્ડર-ગાવસ્કર ટ્રોફી’ માટે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતનો પ્રવાસ ખેડશે.

આ પણ વાંચોઃ IPL 2026ની તમામ સ્ટોરીમાં આ પણ વાંચોમાં આ સ્ટોરી એડ કરવી ફરજીયાત….

આ પણ વાંચોઃ બિલમાં Fuel કે LPG ચાર્જ લગાવે છે રેસ્ટોરન્ટ? જાણો આ લૂંટથી કેવી રીતે બચવું અને ક્યાં કરવી ફરિયાદ

આ પણ વાંચોઃ રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો મોટો નિર્ણય, 29 ફરાર આરોપીઓની યાદી જાહેર, માહિતી આપનારને ઇનામ, નામ ગુપ્ત રહેશે

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button