ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs NZ: ‘બોલર્સ સિરીઝ જીતાડે છે…’, ન્યુઝીલેન્ડમાં વનડે વિજય બાદ ગૌતમ ગંભીરનો પોસ્ટ 

IND vs NZ ODI series :  ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને પાંચમા વનડેમાં 22 રને હરાવીને સિરીઝ 3-1થી જીતી લીધી. આ પછી ગૌતમ ગંભીરે પોસ્ટ કરીને બોલરોને સિરીઝ જીતના અસલી હીરો ગણાવ્યા. તેમના આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છીડાઈ ગઈ છે. કેટલાક યુઝર્સે તેને બેટ્સમેનો પર કટાક્ષ અને રોહિત-કોહલી પર અપ્રત્યક્ષ નિશાન ગણાવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ન્યુઝીલેન્ડ સામે વનડે સિરીઝમાં 3-1થી જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાની બેટિંગ સવાલોના ઘેરામાં છે. પાંચમા અને આખરી વનડેમાં ભારતે 209 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે 22 રને મેચ જીતી લીધી. આ જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘Bowlers win you series! Proud of our boys’ એટલે કે બોલરો તમને સિરીઝ જીતાડે છે! આ સંદેશ દ્વારા તેમણે ભારતીય ટીમની પ્રશંસા કરી.

જો કે, તેમના પોસ્ટમાં બેટ્સમેનોનો ઉલ્લેખ ન હોવાને કારણે કેટલાક યુઝર્સે તેને બેટિંગ પર અપ્રત્યક્ષ ટિપ્પણી માની. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને રોહિત શર્મા અને વિરાટ કોહલી પર નિશાન પણ ગણાવ્યું.

સિરીઝમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન

5 મેચોની વનડે સિરીઝમાં 4 મેચ રમાયા હતા કારણ કે એક મેચ રદ થઈ હતી. વિલ યંગે સૌથી વધુ 162 રન બનાવ્યા, જ્યારે ટિમ સીફર્ટે 110 રન બનાવ્યા. વિરાટ કોહલીએ 4 ઇનિંગ્સમાં 86 રન બનાવ્યા, જ્યારે રોહિત શર્માએ 5 મેચોની 4 ઇનિંગ્સમાં 30 રન જ બનાવ્યા. શ્રેયસ અય્યરે 67 અને શુભમન ગિલે 37 રન બનાવ્યા હતા.

ગંભીરના પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન

ગંભીરના આ પોસ્ટ પર અનેક પ્રતિક્રિયાઓ આવી. એક યુઝરે લખ્યું કે આ પૂરી રીતે બોલરોની કોશિશ હતી. ભારતનું ઓલઆઉટ થવું અને 50 ઓવર પણ પૂરી નહીં રમવું સારી વાત નથી. અન્ય એક યુઝરે કહ્યું કે ગંભીર અપ્રત્યક્ષ રીતે રોહિત અને કોહલી પર નિશાન સાધી રહ્યા છે. જ્યારે બીજા કેટલાક યુઝર્સે ગંભીરની વાત સાથે સહમતિ દર્શાવી કે બોલરોએ જ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતાડ્યા.

આ પણ વાંચોઃ વિસાવદરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: કાર અને બાઈક વચ્ચે ટક્કર, બે સગીર માસિયાઈ ભાઈઓના કરૂણ મોત

ગંભીર માટે પણ ખાસ રહી આ શ્રેણી

ગૌતમ ગંભીર માટે આ શ્રેણી વ્યક્તિગત રીતે પણ ખાસ રહી. ભારતીય હેડ કોચ તરીકે તેમણે પહેલીવાર વિદેશી ધરતી પર વનડે શ્રેણી જીતી છે. ભારત અગાઉ ટી20 સિરીઝ પણ 3-2થી જીતી ચૂક્યું છે. આ જીત સાથે ન્યુઝીલેન્ડનો ઘરમાં સતત 11 દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતવાનો સિલસિલો પણ તૂટી ગયો છે.

પાંચમી વનડે: બોલરોએ પલટી મેચ

માઉન્ટ મૌંગાનુઈમાં ભારતે પહેલા બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા. રોહિત શર્મા (7) અને વિરાટ કોહલી (5) સસ્તામાં આઉટ થઈ ગયા. ઋતુરાજ ગાયકવાડ પણ વધુ ટક્યા નહીં. મુશ્કેલ સમયમાં અક્ષર પટેલ (46) અને શ્રેયસ અય્યરે સંભાળ્યું, પરંતુ સતત વિકેટો પડતી રહી. અંતમાં અર્શદીપ સિંહ (14) અને મોહમ્મદ સિરાજ (નાબાદ 14) ના મહત્વપૂર્ણ યોગદાનથી ભારત 209 રનના સ્કોર સુધી પહોંચ્યું.

જવાબમાં 210 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ ભારતીય ઝડપી બોલરો સામે સંઘર્ષ કરતી નજરે પડી. અર્શદીપ સિંહે 30 રન આપીને ૩ વિકેટ ઝડપી, જ્યારે મોહમ્મદ સિરાજે 50 રન આપીને 2 વિકેટ મેળવી. કીવી ટીમ 187 રનમાં સિમિત થઈ ગઈ અને ભારતે 22 રને મેચ જીતી લીધી.

આ પણ વાંચોઃ ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટરનો ગુસ્સો ફૂટ્યો, કહ્યું- બધું બદલાઈ ગયું

Back to top button