ટ્રેન્ડિંગનેશનલમીડિયા

પીએમ મોદીની છઠ્ઠી મૈયાને ખાસ વિનંતી; કહ્યું, ‘દૃઢ સંકલ્પ અને આધ્યાત્મિક સાધનાનો અદ્ભુત સંગમ દેખાયો’

modi-chhath-usharghya:    લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠનું આજે ઉષા અર્ઘ્ય સાથે સમાપન થયું છે. ચાર દિવસ સુધી ચાલેલા આ પવિત્ર ઉત્સવના અંતિમ દિવસે વ્રતીઓએ વહેલી સવારે ઊગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાની આરાધના પૂર્ણ કરી હતી. આ સાથે જ 36 કલાકના નિર્જળ ઉપવાસનું પારણું કરવામાં આવ્યું હતું. દેશભરમાં છઠના ભક્તિમય માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

PM મોદીએ છઠ્ઠી મૈયાને કરી ખાસ પ્રાર્થના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠના ઉષા અર્ઘ્ય પ્રસંગે સોશિયલ મીડિયા પર સંદેશ આપતાં જણાવ્યું હતું કે, ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે ચાર દિવસીય મહાપર્વ છઠનું અનુષ્ઠાન પૂર્ણ થયું છે. પ્રકૃતિને સમર્પિત આ દિવ્ય ઉત્સવમાં દૃઢ સંકલ્પ અને આધ્યાત્મિક સાધનાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. તેમણે છઠ્ઠી મૈયાને પ્રાર્થના કરી હતી કે તમામ વ્રતીઓની સાથે દેશભરના તેમના પરિવારજનોને પણ છઠ્ઠી મૈયા આશીર્વાદ આપે અને સૌનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે.

સંધ્યા અર્ઘ્ય પર પણ પાઠવી હતી શુભેચ્છા

આ પહેલાં વડાપ્રધાન મોદીએ સંધ્યા અર્ઘ્યના પ્રસંગે પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ પૂજનને સમર્પિત આ પવિત્ર પર્વ દરેકના જીવનમાં નવી ચેતના અને ઉત્સાહ લાવે. સાથે જ સમાજમાં સદ્ભાવના અને સમરસતા વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરી હતી. સૂર્યદેવની કૃપાથી સૌનું જીવન પ્રકાશિત થાય તેવી પ્રાર્થના સાથે તેમણે જય છઠ્ઠી મૈયાનો સંદેશ પણ આપ્યો હતો.

ઉષા અર્ઘ્ય સાથે છઠ મહાપર્વનું સમાપન

દેશના વિવિધ ભાગોમાં સોમવારે વહેલી સવારે છઠ વ્રતીઓએ નદીઓ, તળાવો અને જળાશયોમાં ઊભા રહી ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. 36 કલાક સુધી નિર્જળ ઉપવાસ કરનારા વ્રતીઓએ સૂર્યની પ્રથમ કિરણ સાથે પરિવાર અને સંતાનોની સુખાકારી, સ્વાસ્થ્ય તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ ચાર દિવસીય છઠ મહાપર્વની ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ હતી અને દેશભરમાં છઠ્ઠી મૈયાના જયઘોષ સાથે પર્વની પૂર્ણાહુતિ થઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી! અમદાવાદના સાબરમતી કિનારે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, જામનગરથી વલસાડ સુધી ભક્તિમય માહોલ

Back to top button