IPL Winners Full List: 2008થી 2025 સુધીની IPL વિજેતા ટીમોની યાદી

IPL Winners List All Seasons: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની 19મી સીઝનને શરુ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. ક્રિકેટ ફેન્સ આ લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટુર્નામેન્ટની પહેલી મેચ 28 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. આ ઓપનિંગ મેચ બેંગલુરુમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, RCB ની વિજય પરેડ પછી, બેંગલુરુમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારથી, ત્યાં IPL મેચો અંગે ઘણી અટકળો ચાલી રહી છે.
હાલ IPLનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી, BCCIએ IPL 2026ની શરૂઆતની મેચોનું જ શેડ્યૂલ જાહેર કર્યું છે, કારણે દેશમાં અનેક રાજ્યોમાં ચૂંટણીને ધ્યાને રાખી સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. IPLની આગામી સીઝન શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. તમામ ટીમો તૈયારીઓમાં વ્યસ્ત છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચાહકો પોતાના મનપસંદ ખેલાડીઓને જોવા માટે ઉત્સુક છે. ભારતનો સૌથી મોટો ક્રિકેટનો મહાકુંભ શરુ થતાં જ ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ પહોંચી ચૂક્યો હશે. ચાલો 2008થી 2025 સુધીના ચેમ્પિયન અને અને રનર્સ-અપ ટીમ પર એક નજર કરીએ.













