ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હવે નવા માર્ગેથી પસાર થશે જહાજો, ઈરાને વૈકલ્પિક રૂટની કરી જાહેરાત

International News: ઈરાને 9 એપ્રિલ, ગુરુવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે વૈકલ્પિક માર્ગોની જાહેરાત કરી છે, જેમાં મહત્ત્વપૂર્ણ જળમાર્ગના મુખ્ય ક્ષેત્રમાં સી માઈન્સ (દરિયાઈ વિસ્ફોટક)ના જોખમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બે અઠવાડિયાના યુદ્ધવિરામના ભાગ રૂપે તેહરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અસ્થાયી રૂપે ફરીથી ખોલવા સંમત થયું છે, જેમાંથી વિશ્વના પાંચમા ભાગનું ઓઈલ પસાર થાય છે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્થાનિક મીડિયા દ્વારા ટાંકવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માંગતા તમામ જહાજોને સૂચિત કરવામાં આવે છે કે દરિયાઈ સલામતીના સિદ્ધાંતોનું પાલન કરવા અને સી માઈન્સ સાથે સંભવિત અથડામણથી બચવા અને હોર્મુઝ સ્ટ્રેટના ટ્રાફિક માટે તેમણે વૈકલ્પિક માર્ગો અપનાવવા જોઈએ. નિવેદનમાં સ્ટ્રેટ દ્વારા વૈકલ્પિક પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ માટે સૂચનાઓ શેર કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કંઈક મોટું કરવાના અને ઈરાનની એક સભ્યતાનો નાશ કરી દેવાની ધમકીની ડેડલાઈનના એક કલાક પહેલા જ બે વીક માટે સીઝફાયરનું એગ્રીમેન્ટ થયું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે જો તે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેની તેમની માંગણીઓનું પાલન ન કરે તો તેના આકરા પરિણામો ભોગવવા પડશે. તેહરાને માર્ચની શરૂઆતથી જ મુખ્ય શિપિંગ માર્ગને અસરકારક રીતે અવરોધિત કરી દીધો હતો, જેના કારણે વૈશ્વિક ઊર્જાના ભાવમાં વધારો થયો હતો.

આ પણ વાંચોઃ Big Breaking: ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના નવા વડાનો ખાતમો, IDFનો દાવો

Back to top button