ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Big Breaking: ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના નવા વડાનો ખાતમો, IDFનો દાવો

Israel US Iran War: મધ્ય પૂર્વમાં હજુ પણ ઈઝરાયલના હુમલાઓ ચાલુ છે. એક તરફ સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ લેબનોન પર એટેક કરવામાં આવ્યો છે. ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ વચ્ચે લેબનોન પર ઇઝરાયલના તાજેતરના હુમલામાં હિઝબુલ્લાહના નવા વડા નઈમ કાસેમનું પણ મોત થયું છે. ઇઝરાયલી સૈન્યએ લેબનોન પર થયેલા હુમલામાં કાસેમને માર્યો હોવાનો દાવો કર્યો છે.

 

IDFએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપતા જણાવ્યુ છે કે, ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF)એ બેરૂતમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી નઇમ કાસેમની હત્યા કરી નાખી છે. IDFએ ગઈકાલે રાત્રે (બુધવારે) દક્ષિણ લેબનોનમાં આતંકવાદી ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

કાસેમના અંગત સચિવનો પણ ખાતમો

ઇઝરાયલી સંરક્ષણ દળ (IDF)એ દાવો કર્યો હતો કે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલના અંગત સચિવ અલી યુસુફ હાર્શી પણ બેરુત વિસ્તારમાં માર્યો ગયો છે. અલી યુસુફ ખાર્શી નઇમ કાસેમના ભત્રીજા પણ હતા. હર્શી હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ નઇમ કાસેમના નજીકના સહયોગી અને અંગત સલાહકાર હતા.

આ પણ વાંચો : UNની ચૂંટણીમાં ભારતની બિનહરીફ જીત, મળી મહત્ત્વપૂર્ણ જવાબદારી

Back to top button